ભાવનગરના ગારીયાધાર-નાની વાવડી રોડ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું.જેથી મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. આ અકસ્માત બે બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં એકનું મોત અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર ભાવનગરના ગારીયાધાર-નાની વાવડી રોડ પર બે બાઇકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય લોકો બે ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
