Not Set/ વડોદરા/ વન્ડર લેન્ડ થીમ પાર્કની પાણીની ટાંકીમાં ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત

આજવામાં આવેલા અતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત થઇ ગયું છે, પરિવાર દિવાળીની રજાઓ માટે અહીયા આવ્યો હતો અને આવી ગોઝારી ઘટના બનતા તેમના પર આભ તૂટી પડ્યું છે, ખેડા જિલ્લાના મહુધાના પરિવારના 12 વર્ષીય હસન મન્સુરીનું મોત થઇ ગયાની ઘટનાની જાણ થતા […]

Top Stories Gujarat Vadodara

આજવામાં આવેલા અતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત થઇ ગયું છે, પરિવાર દિવાળીની રજાઓ માટે અહીયા આવ્યો હતો અને આવી ગોઝારી ઘટના બનતા તેમના પર આભ તૂટી પડ્યું છે, ખેડા જિલ્લાના મહુધાના પરિવારના 12 વર્ષીય હસન મન્સુરીનું મોત થઇ ગયાની ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો

કલાકો સુધી બાળકની શોધખોળ થઇ હતી…

જ્યારે તે કપડા બદલવા માટે ડાન્સિંગ ફૂવારા પાસે ગયો હતો ત્યારથી તે પરત આવ્યો ન હતો, બાદમાં તેની શોધખોળ શરૂ કરાઇ હતી, વારંવાર લાઉડ સ્પિકરમાં જાહેરાત કરાઇ હતી, પરંતુ બાળક પરત ન ફરતા તેનો પરિવાર ચિંતિત થયો હતો, અને અંતે પાણીની ટાંકીમાં તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો, આ પાણીની ટાંકી ખુલ્લી હોવાનું સામે આવ્યું છે, જો આ પ્રમાણે હોય તો આ સ્પષ્ટ બેદરકારી છે, જેથી જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ.

અમે તમને બાળકનો જે ફોટો બતાવ્યો છે, તે તેની જિંદગીની અંતિમ સેલ્ફી છે, જે મોતના કલાકો પહેલા જ તેમના પરિવારના સભ્યએ લીધી હતી, આ હસન હવે દુનિયામાં નથી રહ્યો, કોઇની બેદરકારીને કારણે આ માસૂમ બાળકનો જીવ છીનવાયો હોય તો તેમની સામે કાર્યવાહી થવી જ જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.