હવે સાથીઓના ક્વોટામાંથી સરકારમાં કેટલાક વધુ મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન તેમના બીજી કાર્યકાળમાં મંત્રીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કામની સમીક્ષા પણ કરશે. આના પર સંભવિત પરિવર્તન કરવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે અને 13 ડિસેમ્બર સુધી ચાલશે.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીની સમાપ્તિ સાથે મોદી સરકારે અમલદારશાહીમાં મોટો ફેરફાર કર્યો છે. મંગળવારે 11 સેક્રેટરી સહિત 22 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ હતી. સ્ટાફ સિલેક્શન કમિશનમાં નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, જે છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં છે. જાહેરનામા હેઠળ જમ્મુ-કાશ્મીર કેડરના આઈએએસ બ્રજ રાજ શર્માને આ જવાબદારી મળી છે.
તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ દ્રારા ઘાંધલ અને પરિક્ષા સંદર્ભમાં અનેક પ્રકારની ફરિયાદો કરી આયોગને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવા પાવર સેક્રેટરી તરીકે સંજીવ નંદન સહાયની નિમણૂક કરવામાં આવી હતી. એનએચએઆઈના અધ્યક્ષ એન. એન. સિંહાને બદલવામાં આવ્યો છે. તેની જગ્યાએ કોઈની નિમણૂક કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં કેટલાક વધુ ફેરફાર કરવામાં આવશે. મોદીએ બીજી ટર્મમાં પીએમઓની ટીમ ફરીથી બનાવી હતી, પરંતુ અત્યાર સુધીમાં મંત્રાલયોના સચિવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
