Gujarat News/ રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ

Weather Departmentની આગાહી. આગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની શક્યતા છે. મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદની સંભાવના. ગુજરાતમાં 513 મીમી વરસાદ નોંધાયો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા ઘટ.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Weather Department

Gujarat News : રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન મધ્યમ વરસાદ (Rain Forecast)ની શક્યતા હવામાન વિભાગ(Weather Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ (Monsoon Trough) સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે, રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

 7 દિવસ મધ્યમ વરસાદની Weather Departmentની આગાહી

હવામાન વિભાગના આગાહી મુજબ મોન્સૂન ટ્રફ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી કુલ 513 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદ સામાન્ય વરસાદની સરખામણીએ 12 ટકા ઓછો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સૌથી વધુ ઘટ

સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch)માં વરસાદની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ વિસ્તારમાં સામાન્ય રીતે અત્યાર સુધી 408 મીમી વરસાદની સામે માત્ર 252 મીમી વરસાદ નોંધાયો છે. આમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 35 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ઘટને કારણે આગામી દિવસોમાં થનારો વરસાદ આ વિસ્તાર માટે ખાસ મહત્વનો બની શકે છે.


આ પણ વાંચો:23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે 80 કિમીની ઝડપે પવનની આગાહી

આ પણ વાંચો:આ તારીખોથી ગુજરાતમાં બદલાઈ શકે છે હવામાન, અંબાલાલ પટેલે વરસાદ અંગે કરી આગાહી

આ પણ વાંચો:દેશના 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી