Gujarat News: રાજ્યમાં સારા વરસાદની રાહ જોતા લોકો માટે ઓગસ્ટ મહિનો નિરાશાજનક રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર
આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની શક્યતા છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ
ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર થવાની આગાહી કરી છે.
રાજ્યમાં ઓગસ્ટ દરમિયાન ધાર્યા મુજબ વરસાદ નોંધાયો નથી. ઉપલબ્ધ આંકડા મુજબ સિઝનનો કુલ વરસાદ સરેરાશ કરતાં ઓછો રહ્યો છે, જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે.
Ambalal Patelની આગાહી, 26થી 31 ઓગસ્ટ વચ્ચે હવામાનમાં ફેરફાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 26થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. આ સમયગાળા દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. 12 સપ્ટેમ્બર (September)ની આસપાસ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા સાથે હવામાનમાં ઓચિંતો ફેરફાર જોવા મળી શકે છે.
સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં દબાણ સર્જાવાની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 12 સપ્ટેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ સર્જાવાની શક્યતા છે. આ હવામાન પ્રણાલીની અસર હેઠળ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આગામી દિવસોમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી શકે છે. 20 સપ્ટેમ્બર પછી રાજ્યમાંથી ચોમાસાની વાપસી શરૂ થવાની શક્યતા હોવા છતાં ભાદરવા મહિનામાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.
ઓગસ્ટમાં વરસાદની ઘટથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ચિંતા
રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ પડતાં ખેડૂતો અને લોકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ (Rainfall)ની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે.
આંકડા મુજબ ગુજરાતમાં સિઝન દરમિયાન સરેરાશ કરતાં આશરે 7 ટકા ઓછો વરસાદ (Rainfall) નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં અંદાજે 30 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
2023 બાદ ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ
જુલાઈમાં સારો વરસાદ થયા બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉપલબ્ધ આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 26.88 ઈંચ સાથે 75.15 ટકા વરસાદ નોંધાયો છે.
જૂનમાં આશરે 1.38 ઈંચ અને જુલાઈમાં 21.75 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ ઓગસ્ટમાં માત્ર આશરે 3.75 ઈંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. 2023 બાદ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Ambalal Patelની ગ્રહ-નક્ષત્ર આધારિત આગાહી
અંબાલાલ પટેલ (Ambalal Patel)એ પોતાની આગાહીમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના આધારે પણ હવામાનમાં ફેરફાર (Weather change)ની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ 25 ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
આ પણ વાંચો:8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ? અંબાલાલ પટેલની મોટી આગાહી, મઘા નક્ષત્રમાં ખેડૂતોને મળી શકે રાહત
આ પણ વાંચો:5 ઓગસ્ટ આસપાસ બદલાશે હવામાનનો મિજાજ, ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ
