Delhi News: દિલ્હીની લી મેરિડિયન હોટલ (Hotel)માં એક યુવકે ચોથી માળેથી કૂદ્યા બાદ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે આરએમએલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ નવી દિલ્હીના રહેવાસી દિવિજ મારિયા તરીકે થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Hotelમાં ક્રાઇમ ટીમે પુરાવા એકત્ર કર્યા
ઘટનાની જાણ થતાં ક્રાઇમ ટીમ પણ હોટલ (Hotel) ખાતે પહોંચી હતી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 25 ઓગસ્ટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી કે લી મેરિડિયન હોટલ ( Le Meridien)ની ચોથી માળેથી પૂલ પાસે એક વ્યક્તિ નીચે કૂદ્યો છે.
માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે આરએમએલ હોસ્પિટલ (RML Hospital)ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતકની ઓળખ દિવિજ મારિયા (Divij Maria) તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, તેમણે આશરે છ મહિના પહેલાં ગુરુગ્રામ સ્થિત એક કંપનીમાં નોકરી છોડી હતી. પોલીસ દ્વારા યુવકના પરિવારજનો અને અન્ય સંબંધિત લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના સમયે યુવક હોટલમાં કેવી રીતે પહોંચ્યો અને ઘટના પહેલાં તેની ગતિવિધિઓ શું હતી તે અંગે પણ પોલીસ તપાસ (Police Investigation) કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં 19 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીનું મોત, આપઘાતની શંકા
આ પણ વાંચો: કેશોદમાં ઘરકંકાસનો કરુણ અંત, પત્નીની હત્યા બાદ પતિએ પણ કર્યો આપઘાત
આ પણ વાંચો: મુંબઈના નેવી નગરમાં નેવી પરિવારનો સામૂહિક આપઘાત, બે માસૂમ બાળકો સહિત 4ના મોત
