New Delhi News : દિલ્હીની જાણીતી સર ગંગા રામ હોસ્પિટલ (Sir Ganga Ram Hospital Delhi)માં 19 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીના મોત (nursing student death)ની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીનીની ઓળખ યુક્તા (Yukta)તરીકે થઈ છે. યુક્તા નજફગઢની રહેવાસી હતી અને હોસ્પિટલમાં ત્રીજા વર્ષમાં B.Sc. નર્સિંગનો અભ્યાસ કરતી હતી.
સર ગંગા રામ હોસ્પિટલ (Sir Ganga Ram Hospital Delhi) ની હોસ્ટેલમા રહેતી હતી
મળતી માહિતી મુજબ, યુક્તા (Yukta)હોસ્પિટલના હોસ્ટેલમાં રહેતી હતી. હોસ્ટેલના રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યા બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે વિદ્યાર્થીનીએ આત્મહત્યા( suicide)કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. સાથે જ ક્રાઇમ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી, જ્યાંથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
હાલમાં યુક્તા )એ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ જ ઘટનાના ચોક્કસ કારણ અંગે વધુ માહિતી સામે આવી શકે છે.
પોલીસ વિદ્યાર્થીનીના પરિચિતો, પરિવારજનો અને અન્ય સંબંધિત લોકો પાસેથી પણ માહિતી મેળવી રહી હોવાનું જાણવા મળે છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
