Surat News/ સુરત હર્ષ પંડ્યા આપઘાત કેસમાં આરોપી ડો. અનુજ પોલીસ સમક્ષ હાજર, રેગિંગના આરોપો નકાર્યા

સુરત હર્ષ પંડ્યા આપઘાત કેસ (Harsh Pandya Suicide Case)માં આરોપી સિનિયર ડોક્ટર ડો. અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ હાજર થયા અને રેગિંગના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા.

Gujarat Top Stories Surat Breaking News
‘રેગિંગ શબ્દ જ ખોટો છે’: Harsh Pandya Suicide Caseમાં આરોપી ડો. અનુજનું મોટું નિવેદન

Surat News: નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસ (Harsh Pandya Suicide Case)માં આરોપી સિનિયર ડોક્ટર ડો. અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ હાજર થયા હતા. ખટોદરા પોલીસે આપેલી નોટિસના પગલે તેઓ પોલીસ મથકે પહોંચ્યા અને તપાસ અધિકારી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. આ દરમિયાન ડો. અનુજે (Dr Anuj Maheshwari) પોતાની સામે લગાવવામાં આવેલા રેગિંગ સહિતના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા હતા.

‘સૂચનાઓ આપવાને રેગિંગ ન કહી શકાય’

પોલીસ સમક્ષ નિવેદન આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન ડો. અનુજ મહેશ્વરી (Dr Anuj Maheshwari)એ કહ્યું હતું કે રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવતી સૂચનાઓને રેગિંગ તરીકે ગણાવી શકાય નહીં. તેમના જણાવ્યા મુજબ, રેગિંગના જે આરોપો લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે અને તેમણે ક્યારેય રેગિંગ કર્યું નથી. ડો. અનુજે રેગિંગ (Ragging ) શબ્દ અંગે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, “રેગિંગ શબ્દ જ ખોટો છે.” તેમણે સમગ્ર મામલે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રેગિંગ થયું છે કે નહીં તેનો નિર્ણય કોર્ટ કરશે તેમ જણાવ્યું હતું.

Harsh Pandya Suicide Case: 9 જુનિયર ડોક્ટરોની ફરિયાદ બાદ કાર્યવાહી

આ કેસમાં મેડિકલ કોલેજના અન્ય 9 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ પણ સિનિયર ડોક્ટરો વિરુદ્ધ એન્ટી-રેગિંગ કમિટી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. એન્ટી-રેગિંગ કમિટીના અહેવાલ અને સૂચના બાદ ખટોદરા પોલીસે ચાર સિનિયર ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તેમાં ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દિક્ષિતા ઘેવારીયા અને ડો. હિના ભૂતનો સમાવેશ થાય છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની નોટિસ બાદ ડો. અનુજ હાજર

ગુનો નોંધાયા બાદ પોલીસે ચારેય આરોપી સિનિયર ડોક્ટરોને નોટિસ પાઠવી હતી. તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપવા માટે સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસની મુદતના બીજા દિવસે ડો. અનુજ મહેશ્વરી ખટોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા. અહીં તેમણે તપાસ અધિકારી સમક્ષ પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું.

9 જુનિયરોને રૂમમાં બંધ કરવાના આરોપને પણ નકાર્યો

ડો. અનુજ મહેશ્વરીએ 9 જુનિયર વિદ્યાર્થીઓને રૂમમાં બંધ રાખવાના આરોપો અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે આ બાબતે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને રૂમમાં બંધ કરવામાં આવ્યા હતા કે નહીં તેનો નિર્ણય ન્યાયતંત્ર કરશે. તેમણે સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની સાજિશ હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે હર્ષ પંડ્યાના આપઘાત પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે.

‘હર્ષના આપઘાત પાછળ ઘણા કારણો હોઈ શકે’

હર્ષ પંડ્યાના આપઘાત (Harsh Pandya Suicide Case) અંગે ડો. અનુજે (Dr Anuj Maheshwari) કહ્યું હતું કે હર્ષના અવસાનથી તેઓ પણ શોકમાં છે. જોકે, આપઘાત (Harsh Pandya Suicide Case) પાછળ માત્ર એક જ કારણ જવાબદાર હોય તે જરૂરી નથી અને તેના અનેક કારણો હોઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. ચાર સિનિયર ડોક્ટરો સામે નોંધાયેલા ગુનામાં પોલીસ દ્વારા ફરિયાદ, એન્ટી-રેગિંગ કમિટીના અહેવાલ અને સંબંધિત લોકોના નિવેદનોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં અંતિમ સત્ય તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો, ડીન રજા પર

આ પણ વાંચો:ડો. હર્ષ પંડ્યાની સિવિલ સાથેની ખાસ લાગણી, પિતાની ભેટ કાર આજે પણ હોસ્ટેલ પાર્કિંગમાં

આ પણ વાંચો:ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, મોડાસામાં ભારે ગમગીની વચ્ચે અંતિમ વિદાય

આ પણ વાંચો:સુરત સિવિલના ડૉ. હર્ષ પંડ્યા કેસમાં મોટો ખુલાસો: 4 સિનિયર રેસિડેન્ટ સસ્પેન્ડ, રેગિંગની તપાસ તેજ

આ પણ વાંચો:સુરત સિવિલ મેડિકલ કોલેજમાં રેગિંગનો મુદ્દો ફરી ચર્ચામાં, એક વર્ષ જૂની ઘટનામાં તપાસ સામે સવાલ