Gujarat Rain News: ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ બનવાની આગાહી (Ambalal Patel Weather Forecast) કરી છે. તેમના જણાવ્યા મુજબ 5 ઓગસ્ટ આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે અને ત્યારબાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ભારત અને ગુજરાતના આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઓગસ્ટ મહિનામાં થનારા બે ગ્રહણની અસર વૈશ્વિક હવામાન પર પડી શકે છે, જેના કારણે વાતાવરણમાં બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Ambalal Patel Weather Forecast: 8 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની શરૂઆતની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 8 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ શરૂ થઈ શકે છે. આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. વાદળછાયું વાતાવરણ રહેશે.કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે.
10થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી (Ambalal Patel Weather Forecast) કરી છે કે 10થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ બની શકે છે.ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 2થી 3 ઈંચ સુધી વરસાદની શક્યતા,મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના જણાવવામાં આવી છે.
મઘા નક્ષત્ર દરમિયાન વરસાદી અસર
અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17-18 ઓગસ્ટ આસપાસ મઘા નક્ષત્ર દરમિયાન પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે.આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
23 ઓગસ્ટ બાદ પણ વરસાદી ઝાપટાની શક્યતા
આગાહી (Ambalal Patel Weather Forecast) મુજબ 23 ઓગસ્ટ પછી પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. ખેડૂતો માટે ઓગસ્ટ મહિનાનો આ વરસાદ ખરીફ પાક માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઓગસ્ટમાં હવામાન કેમ બદલાઈ શકે?
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં થનારા બે ગ્રહણની અસર વૈશ્વિક હવામાન પર જોવા મળી શકે છે. જેના કારણે વાતાવરણમાં ફેરફાર અને વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
આ પણ વાંચો:અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ
આ પણ વાંચો:અંબાલાલ પટેલનો યુ-ટર્ન: ફરી હવામાનની આગાહી શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર
