Gujarat News/ અંબાલાલ પટેલનો યુ-ટર્ન: ફરી હવામાનની આગાહી શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર

Ambalal Patel: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી હવામાનની આગાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. 14-15 જુલાઈથી હવામાનમાં ફેરફાર અને રથયાત્રાના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Gujrat Top Stories

Gujarat News: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે(Ambalal Patel) વિવાદ બાદ ફરી એકવાર હવામાનની આગાહી કરવાની શરૂઆત કરી છે. અગાઉ આગાહી બંધ કરવાની જાહેરાત કરનાર અંબાલાલ પટેલે હવે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય બદલ્યો છે. તેમના આ નિર્ણયથી રાજ્યના ખેડૂતો અને હવામાન પર નજર રાખતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે ફરી હવામાનની આગાહી શરૂ કરવાની જાહેરાત કરી

અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું કે કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ હવે તેઓ અગાઉની જેમ નિયમિત હવામાનની આગાહી કરતા રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હવામાનની આગાહી કરીને કોઈપણ પ્રકારનો નાણાકીય લાભ લેતા નથી, પરંતુ માત્ર જનહિત અને ખાસ કરીને ખેડૂતોને સમયસર માર્ગદર્શન મળે તે હેતુથી આગાહી કરે છે.


14 અને 15 જુલાઈથી રાજ્યમાં હવામાનમાં ફેરફાર થવાની આગાહી

તેમની નવી આગાહી મુજબ 14 અને 15 જુલાઈથી ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.

રથયાત્રાના દિવસે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં જણાવ્યું કે રથયાત્રાના દિવસે હવામાનમાં નોંધપાત્ર પલટો આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું

અગાઉ આગાહી બંધ કરવાની જાહેરાત બાદ થયેલા વિવાદ દરમિયાન અંબાલાલ પટેલે (Ambalal Patel) માનસિક ત્રાસનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ત્યારબાદ હવે તેમણે ફરી આગાહી શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. હવે અંબાલાલ પટેલ ફરી સક્રિય થતાં રાજ્યના ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી જાહેરાત: હવે વરસાદની આગાહી નહીં કરે, કહ્યું- લોકોનો સપોર્ટ મળશે તો ફરી વિચાર કરીશ

આ પણ વાંચો: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે વ્યક્ત કરી સંભાવના

આ પણ વાંચો: અંબાલાલ પટેલ Vs વિજ્ઞાન જાથા: હવામાન આગાહીને લઈને વિવાદ ગરમાયો, જયંત પંડ્યાએ ઉઠાવ્યા સવાલ