Junagadh News/ જૂનાગઢમાં જમાઈનો આતંક: સાસુ-સસરા પર હુમલો, રૂ.2 હજાર લૂંટી જાનથી મારી નાખવાની ધમકી

Junagadh Son in law Attack: જૂનાગઢમાં પત્ની સાથેના અણબનાવનો બદલો લેવા જમાઈએ સાસુ-સસરા પર હુમલો કર્યો હોવાનો આરોપ. બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા, રૂ.2 હજાર લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ

Gujrat Top Stories

Junagadh News: જિલ્લામાં પરિવારિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં જમાઈએ પોતાના (Junagadh Son in law Attack) સાસુ-સસરા પર હુમલો કર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, પત્ની સાથે ચાલી રહેલા અણબનાવનો બદલો લેવા આરોપી જમાઈ સાસરીએ પહોંચ્યો હતો અને ત્યાં સાસુ-સસરા સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારપીટ કરી હતી.

જમાઈએ ઢોર માર મારતા દંપતી હોસ્પિટલમાં દાખલ

હુમલામાં સાસુ-સસરાને (Junagadh Son in law Attack) ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, આરોપીએ હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, જતાં પહેલાં આશરે રૂ.2 હજારની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

ઘટનાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીની (Junagadh Son in law Attack) શોધખોળ હાથ ધરી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારિક વિવાદના કારણો અને ઘટનાની હકીકત અંગે વધુ તપાસ બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: જુનાગઢમાં કરુણ ઘટના: રમતા-રમતા પાણીની કુંડીમાં પડેલા 3 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો: જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચોએ લગાવેલા આક્ષેપને ભાજપ મંત્રીએ ફગાવ્યો

આ પણ વાંચો: જુનાગઢના ગોવિંદ ગીરી પર ટ્રાન્સજેન્ડર યુવતીનો યૌન શોષણનો આરોપ