Ahmedabad News/ થલતેજમાં 26 વર્ષીય યુવતીએ 11મા માળેથી ઝંપલાવ્યું, માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યાં હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન

થલતેજ (Thaltej)માં 26 વર્ષીય દીપિકા ગોગીયાનું 11મા માળેથી કૂદ્યા બાદ મોત. આ ઘટનાને લઈ બોડકદેવ પોલીસે  શરૂ કરી તપાસ

Gujarat Ahmedabad Breaking News
Thaltej

Ahmedabad News: અમદાવાદના થલતેજ (Thaltej)મેટ્રો સ્ટેશન પાસે આવેલા ફ્લેટમાં 11મા માળેથી 26 વર્ષીય યુવતીએ કૂદીને આપઘાત કરી લીધો છે. ફ્લેટની અગાશીમાંથી બેઝમેન પાર્કિંગ તરફના ભાગે કૂદતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બોડકદેવ પોલીસે સ્થળ પર પહોંચી યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ માનસિક બીમારીના કારણે આપઘાત હોવાનું અનુમાન છે.

Thaltej માં યુવતી ફ્લેટમાં 11મા માળેથી કૂદીને આપઘાત

11મા માળાની અગાશીએથી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે કૂદી થલતેજ મેટ્રો સ્ટેશન (Thaltej Metro Station) પાસે શક્તિ 140 ફ્લેટના A બ્લોકમાં મૃકત દીપિકા ગોગીયા માતા-પિતા અને બહેન સાથે રહેતી હતી. રાત્રિના સમયે દીપિકાએ 11મા માળાની અગાશીએથી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે કૂદી(Suicide) આપઘાત કર્યો હતો. દીપિકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતક માનસિક બીમારીની દવા લેતી હતી બનાવની જાણ થતા જ સોસાયટીના રહીશો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. મૃતકના પરિવાર અને પોલીસને જાણ કરી હતી. બોળકદેવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે પરિવારના સભ્યોના નિવેદન લીધા હતા, જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક માનસિક બીમારીની દવા લેતી હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ સંદીપ ખાંભલાએ જણાવ્યું હતું કે, પરિવારે મૃતકની મેડિકલ ફાઈલ આપી છે. માનસિક બીમારીના કારણે આપઘાત હોવાનું અનુમાન છે. મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.


આ પણ વાંચો:દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં 19 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીનું મોત, આપઘાતની શંકા

આ પણ વાંચો:ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: માઇક્રોબાયોલોજી HOD સસ્પેન્ડ, મેડિકલ કોલેજના ડીનને શો-કોઝ નોટિસ

આ પણ વાંચો:કેશોદમાં ઘરકંકાસનો કરુણ અંત, પત્નીની હત્યા બાદ પતિએ પણ કર્યો આપઘાત