Narmada News/ નર્મદાના તિલકવાડામાં નર્મદા કિનારે ભેખડ પરથી પટકાતા યુવકનું મોત, શરીર પર ઈજાના નિશાન

તિલકવાડામાં નર્મદા કિનારે વંઢ ગામના 40 વર્ષીય ભરત તડવીનો મૃતદેહ મળ્યો. ભેખડ પરથી પડી જવાથી મોતની આશંકા.

Gujarat Others Breaking News
Narmada

Narmada News : નર્મદાના તિલકવાડામાં નર્મદા (Narmada) કિનારેથી યુવકનો મૃતદેહ મળ્યો છે.  વંઢ ગામના 40 વર્ષીય ભરત તડવીનું ભેખડ પરથી પડી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. મોડી રાત્રે નદી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ, નદી કિનારે આવેલી ભેખડ પરથી નીચે પટકાવાને કારણે યુવકનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Narmada નદી કિનારેથી 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો

યુવક તિલકવાડા (Tilakwada) પોલીસ મથકે ગયો ગયો. ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, મોડી રાત્રે નર્મદા નદી કિનારે તેને મૃતદેહ (Dead Body) મળી આવી હતી. મૃતદેહ મળી આવ્યા બાદ તપાસ કરતાં યુવકના માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેના કારણે સમગ્ર બનાવ અંગે અનેક સવાલો પણ ઊભા થયા છે. યુવકનું મોત ખરેખર ભેખડ પરથી પડી જવાથી થયું છે કે ઘટનામાં અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે પોલીસ (Police) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોડી રાત્રે નર્મદા કિનારે યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિક સ્તરે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસે મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital) ખાતે ખસેડ્યો છે.

પોલીસ મથકેથી નીકળ્યા બાદ શું થયું?

યુવક પોલીસ મથકેથી નિકળ્યા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ મથકેથી નીકળ્યા બાદ તે નર્મદા કિનારે કેવી રીતે પહોંચ્યો અને કયા સંજોગોમાં ભેખડ પરથી નીચે પટકાયો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. માથા સહિત શરીર પર ઈજાના નિશાન મળતાં પોલીસે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:ભરૂચના અંકલેશ્વરમાં નવજાત બાળકીનો મૃતદેહ મળતા ચકચાર, નર્મદા કિનારે મૃતદેહ મળતા પોલીસે શરૂ કરી તપાસ

આ પણ વાંચો:હાથમતી પુલ નજીક 3 માસની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: નેપાળની આફત વચ્ચે માનવતા શર્મસાર, મૃતદેહમાંથી દાગીના ચોરવાનો વીડિયો વાયરલ