હત્યા/ નારાજ પત્નીને માનવવા ગયો યુવક, પિયર પક્ષ સાથે મળી પતિની કરી હત્યા.

મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્‍ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. […]

Gujarat

મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્‍ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે મીઠાપુરના ઉદ્યોગનગરમાં રિસામણે આવેલી પત્નીને મનવવા માટે પતિ આવ્યો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું નહોતું તેમજ કોઈ વાતે મામલો બીચકાયો હતો અને વાત મારામારી સુધી આવી ગઈ હતી.રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્‍ણ હથિયારોથી હુમલો કર્યો હતો.

જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે.