Ahmedabad News/ શાહપુરમાંથી 1.29 લાખની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે આરોપી ઝડપાયા

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 512 રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. 1,34,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ હોવાછતા કેટલાક શખ્સો આ પ્રકારની જીવલેણ દોરી વેચતા હોય છે. જેમાં શાહપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ડીસીપી ઝોન-2 પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલુપુરમાં હેબન સૈયદની દરગાહ સામે પઠાણવાડ ખાતે રહેતા મેહસીન એસ. સિપાહી(27) અને કાલુપરમાં જૈનબ એવન્યુ ફ્લેટમાં રહેતા મોહમ્મદ સઈદ જી.મન્સુરીની ધરપકડ કરી હતી.

તેમની પાસેથી પોલીસે રૂ. 1,29,000 ની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 512 રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. 1,34,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપી મોહમ્મદ સઈદ વિરૂધ્ધ અગાઉ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગપનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકોઝોનને લઈને ‘ઇકોનોમી ક્લાસ’નુ આંદોલન

આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ

આ પણ વાંચો: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ