Bhavnagar News/ ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભાવનગરથી ઉમરાહ ગયેલા શ્રદ્ધાળુઓ અટવાયા

ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલના યુદ્ધના કારણે મધ્યપૂર્વની વિમાની સેવા ખોરવાઈ ગઈ છે. તેમા ગુજરાતમાં ભાવનગરથી ઉમરાહ ગયેલા શ્રદ્ધાળુઓ પણ ફસાઈ ગયા છે. ભાવનગર મેમણ સમાજના વડાએ કેન્દ્ર સરકારને તેમને પરત લાવવા વિનંતી કરી છે.

Top Stories Gujarat Breaking News
Bhavnagarથી ઉમરાહ ગયેલા શ્રદ્ધાળુઓ યુદ્ધમાં અટવાયા

Bhavnagar News:  ઇરાન (Iran) અને અમેરિકા-ઇઝરાયેલ (America-Israel) યુદ્ધ(War)ના કારણે આખા મધ્યપૂર્વ(Middleeast)ની વિમાનીસેવા પ્રભાવિત થઈ છે. મધ્યપૂર્વના યુદ્ધના લીધે વિમાની સેવા પર અસર પડતા ગુજરાતના અનેક લોકો સાઉદી અરેબિયામાં ફસાયા છે. ભાવનગર(Bhavnagar)માંથી ઉમરાહ (Umrah) કરવા ગયેલા શ્રદ્ધાળુઓ અટવાયા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થવાના કારણે તેઓ અટવાયા છે.

ભાવનગર(Bhavnagar)ના મેમણ સમાજના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી

ભાવનગર(Bhavnagar)ના મેમણ સમાજના પ્રમુખે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારને અપીલ કરી છે. જો કે હાલમાં દુબઈ અને મસ્કતની ફ્લાઇટ અંશતઃ ધોરણે શરૂ થઈ છે. આમ છતાં પણ ઇરાનના ડ્રોન હુમલાની સંભાવનાને નજર રાખતાં કોઈપણ સ્થળે વિમાની સેવા સંપૂર્ણણપણે શરૂ થઈ શકી નથી.

સ્થિતિ હજી પણ મુશ્કેલ

હાલમાં શરૂ થયેલી ફ્લાઇટ્સ (Flights) એક રીતે ઇમરજન્સી ફ્લાઇટ્સ જેવી છે. દુબઈ (Dubai) અને મસ્કત (Maskat)માં જ્યાં એક જ દિવસમાં દર બેથી ત્રણ મિનિટે ફ્લાઇટ લેન્ડ થતી હોય અને ઉપડતી હોય તેવા વ્યસ્ત એરપોર્ટ (Airport) પર દિવસમાં માંડ ગણીગાંઠી ફ્લાઇટ ઉપડી રહી છે. આ બતાવે છે કે હજી પણ સ્થિતિ કેટલી મુશ્કેલ છે. રાજ્યના લગભગ દરેક શહેરમાંથી કોઈને કોઈ મધ્યપૂર્વમાં ગયેલું છે અને ફસાયેલું છે. તેઓ તેમના સ્થાનિક સગાસંબંધીઓ દ્વારા સંપર્કમાં છે.

કેન્દ્ર સરકારને પગલા લેવા વિનંતી

તેમના સગાસંબંધીઓની રાજ્ય અ કેન્દ્ર સરકારને વિનંતી છે કે ત્યાં ફસાઈ ગયેલાને કોઈપણ રીતે પરત લાવવાનો પ્રયત્ન કરવામાં આવે. યુદ્ધ દરમિયાન જ્યારે પણ કામચલાઉ ફ્લાઇટ્સ શરૂ થાય તો તેનો ફાયદો ઉઠાવીને વધુને વધુ ફ્લાઇટ્સ મોકલીને ફસાયેલા લોકોને પહેલા બહાર કાઢવામાં આવે. કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને તેના માટે બધા પ્રકારના પ્રયત્નો કરવા વિનંતી કરી હતી.


આ પણ વાંચો:  Ahmedabad : દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન AMC-પોલીસ પર પથ્થરમારો

આ પણ વાંચો:  અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જાહેર રસ્તા પર મહિલાને માર માર્યો

આ પણ વાંચો:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં મારામારી