Gandhinagar News: ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (એફઆઇએ) તથા તેમના તમામ સભ્યો દ્વારા સરકારે રજૂ કરેલા બજેટને આવકારવામાં આવ્યું છે. તેઓએ તેને ઉત્તમ અને દૂરદર્શી બજેટ ગણાવ્યું છે. તેમા પણ ખાસ કરીને ઇપીએફઓમાં જોડાવવા શ્રમિકો તથા ઉદ્યોગકારોને જે પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે અત્યંત આવકારદાયક પગલું છે.
સરકારના આ પગલાંના લીધે બિનસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને ઉદ્યોગકારો બંને માટે જબરદસ્ત તક પેદા થશે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવી છે. તેનો લાભ પણ MSME ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપને મળશે.
આ ઉપરાંત દેશના યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ માટે સર્વગ્રાહી વેગ મળે તે માટે જે ઇન્ટર્નશિપની યોજના સારી રીતે જાહેર કરવામાં આવી છે તથા વર્તમાન ઉદ્યોગમિત્રોને ખાનગી બેન્કમાંથી સરળતાથી અને ઝડપી લોન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનો લાભ બધા ઉદ્યોગકારોને મળશે. આ બજેટ દેશની પ્રગતિ માટે ક્રાંતિકારી નીવડશે તેવો અમને વિશ્વાસ છે.
તેઓએ જણાવ્યું હતું કે બજેટમાં સરકારે ઉદ્યોગ અને તેમા પણ ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના રક્ષણ માટે અને તેને મદદરૂપ થવા માટે લીધેલા પગલાં જબરદસ્ત છે. તેના લીધે રોજગાર સર્જનને મોટાપાયા પર વેગ મળે તેમ માનવામાં આવે છે. આ પગલાંના લીધે આગામી સમયમાં નોંધપાત્ર પ્રમાણમાં રોજગાર સર્જન જોવા મળી શકે છે. તેથી મોદી 3.0નો જબરદસ્ત પ્રારંભ થયો છે તેમ કહી શકાય. આના પગલે આગામી સમય ભારતીય ઉદ્યોગોનો છે તે ચોક્કસપણે કહી શકાય છે. સરકાર સ્થાનિક ઉદ્યોગોને વેગ આપવા અને તેને મજબૂત બનાવવાની સાથે તેને રક્ષણ આપવા માટે જે પગલાં લઈ રહી છે તે પ્રશંસનીય છે.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
