@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ
અમદાવાદનાં બહેરામપુરા વિસ્તારમાં NRI વૃદ્ધના ઘરમાં વહેલી સવારે લૂંટની ધટના બની છે..વૃદ્ધના આંખમાં મરચું નાખીને 3 લૂંટારુંઓ ઘરમાંથી T.V, મોબાઈલ, દાગીનાની લૂંટ ચલાવી હતી.
અમદાવાદ શહેરમાં લૂંટારૂઓ બેફામ બન્યા હોય તેવી ધટના સામે આવી છે.શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી આંનદજી કલ્યાણજી જૈન સોસાયટીમાં NRI નરેન રતિલાલ શાહ છેલ્લાં 7 વર્ષથી રહે છે. 25 મી ફેબ્રુઆરીએ વહેલી સવારે 3 જેટલા લૂંટારૂઓ નરેન શાહના ઘરે પહોંચ્યા અને જેક અકલ દરવાજો ખોલો તેમ કહીને નોક કર્યું હતું. જોકે પોતાના નામથી બુમ સાંભળતા તેઓએ દરવાજો ખોલ્યો હતો અને દરવાજો ખોલતાની સાથે 3 જેટલા લૂંટારૂઓ તેમનાં પર તુટી પડયા હતી અને તેઓને મુઢ માર મારી ઘરમાથી ટીવી, મોબાઈલ સહિત ઘરેણાંની લૂંટ ચલાવી હતી.

ત્રણેય લૂંટારૂઓએ નરેન ભાઈએ દરવાજો ખોલતાની સાથે પહેલા તેમની પર મરચાંની ભૂકી આંખમાં નાખી હતી. અને ત્યાર બાદ વૃદ્ધના મોઢે સેલોટેપ ચોટાડી રસોડામાં ટેબલ પર બાંધી મુઢ માર માર્યો હતો.જે બાદ લુટારૂઓએ ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સાથે જ ચાલાક લુંટારૂઓએ આજુબાજુના લોકો વૃધ્ધનાં ઘર બહાર ન આવે તે માટે ઘરને બહારથી તાળુ માર્યુ હતુ.
આમ તો શહેરની પોલીસની શી ટિમ સિનિયર સીટીઝનની સારસંભાળ રાખતી હોય છે અને એકલા રહેતા સિનિયર સીટીઝનને સમયાંતરે મુલાકાત લેતી હોય છે. પરંતુ આ કેસમાં પોલીસ ચોકીથી થોડા જ અંતરે એક 70 વર્ષીય વૃદ્ધને માર મારી લૂંટવાની ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. ત્યારે જોવાનું રહ્યુ કે આરોપીઓ પોલીસની પકડમાં આવે છે.
