કોરોના સામે લડવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ મહત્વનો બની રહ્યો છે. ત્યારે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અમદાવાદમાં એક મહિલાને રસોડામાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. સેનિટાઈઝરની બોટલ સળગતા ગેસ ઉપર પડતા ભડકો થયો હતો. જેથી મહિલા આગની લપટોમાં આવી ગઈ હતી. અને દાઝી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
આ પણ વાંચો : ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ
આ મામલે મળતી માહિતી અનુસાર, નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતા જયશ્રીબહેન દેવીલાલ લુહાર (ઉ.વ.25) તા.29ના રોજ રાતના 11 વાગે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં પડેલી સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડી હતી જેથી અચાનક ભડકો થયો હતો.
આ પણ વાંચો :વડોદરા સમરસ હોસ્પિટલમાં ઓક્સિજન લીક થતા થઇ બુમાબુમ, દર્દીઓને બીજા રૂમમાં કરાયા શિફ્ટ
મહિલા આગમાં સપડતાં શરીરે સખત રીતે દાઝી ગયા હતા, તુંરુત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે રાતે 10વાગે ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :પાંચ વર્ષના બાળકે રોજુુ રાખી કોરોના નાબૂદી માટે દુઆ કરી

