Himmatnagar News : હિંમતનગર શહેરમાં આશરે ત્રણ માસની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથમતી ઓવરબ્રિજના છેડે આવેલા એનજી સર્કલ નજીક, ખેડબ્રહ્મા તરફ જતા રેલવે ટ્રેક અને હાથમતી પુલ વચ્ચેના ખાડામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
Himmatnagar માં 3 માસની બાળકીનો મૃતદેહ મળ્યો
સ્થાનિક વ્યક્તિની નજર મૃતદેહ પર પડતાં તેણે કૂતરાઓ(Dead body) મૃતદેહને ખેંચી રહ્યા હોવાનું જોયું હતું. ત્યારબાદ તેણે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. (Police)પોલીસે બાળકીનો મૃતદેહ અહીં કેવી રીતે પહોંચ્યો અને તેના મોતનું ચોક્કસ કારણ શું છે તે જાણવા તપાસ હાથ ધરી છે.
હાલમાં બાળકીની ઓળખ થઈ નથી. બાળકીના મોત પાછળનું રહસ્ય શું છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે પોલીસ તપાસ (Police investigation)પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ઉમરેઠમાં મહી કેનાલ નજીક આધેડનો મૃતદેહ મળ્યો, પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
આ પણ વાંચો:નેપાળની આફત વચ્ચે માનવતા શર્મસાર, મૃતદેહમાંથી દાગીના ચોરવાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: જયપુરની NIMS યુનિવર્સિટીમાં ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
