સંજય મહંત -મંતવ્ય ન્યુઝ
સુરતમાં ચોમાસા દરમ્યાન રસ્તો ધોવાઈ જવાની અને ભૂવો પડવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. પરંતુ હજુ તો સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે અને થોડા જ વરસાદમાં સુરતમાં રોડમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અને આવી જ એક વધુ ઘટના સુરતના પાલ વિસ્તારમાં સામે આવી છે. સુરતના પાલ વિસ્તારમાં રોડમાં એક પછી એક બે ભુવા અને રોડ બેસવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને અહીંથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજુ તો સુરતમાં વરસાદનું આગમન થયું છે ત્યાં જ રસ્તાઓમાં મસમોટા ખાડાઓ અને ભૂવો પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં પ્રી મોન્સુન કામગીરી માત્ર કાગળ પર થઇ હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં થોડા જ વરસાદમાં સુરતના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યાં હવે પાલ વિસ્તારમાં રોડમાં ભુવા પડવાની અને રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવતા મનપાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જો થોડાક વરસાદમાં સુરતના રોડની આ સ્થિતિ છે તો આવનારા સમયમાં સુરતના રોડની સ્થિતિ કેવી હશે તે તો કલ્પના જ કરવી રહી.
