Not Set/ Surat/ શહેરની સ્મીમર હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી આવી સામે, કોવિડ વોર્ડમાં ભરાયું પાણી

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેરમાં કોરોનાનાં કેસોમાં વધારો નોંધાયો છે. જેને લઇને સુરત શહેરની હોસ્પિટલ કેટલી તૈયાર છે તેનો ભાંડો ફૂટી ગયો છે. શહેરમાં આવેલી સ્મીમર હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જ્યા કોવિડ વોર્ડમાં પાણી ભરાઈ ગયા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળી રહેલી માહિતી […]

Gujarat Surat

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેરમાં કોરોનાનાં કેસોમાં વધારો નોંધાયો છે. જેને લઇને સુરત શહેરની હોસ્પિટલ કેટલી તૈયાર છે તેનો ભાંડો ફૂટી ગયો છે. શહેરમાં આવેલી સ્મીમર હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જ્યા કોવિડ વોર્ડમાં પાણી ભરાઈ ગયા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

મળી રહેલી માહિતી અનુસાર, સ્મીમર હોસ્પિટલની ટાંકીનો વાલ્વ બંધ કરવાનું ભૂલી ગયા હોવાના કારણે વોર્ડમાં પાણી ફરી વળ્યુ હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડમાં પાણી જવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રની બેદરકારી પર લોકોએ સવાલો ઉઠાવ્યા છે. આ વચ્ચે મનપાનાં કમિશ્નરે જણાવ્યુ કે, અહી પાણીની પાઇપ લાઈનમાં સમસ્યા સર્જાઇ છે, જેના કારણે વોર્ડમાં પાણી ભરાઇ ગયુ છે. આ સાથે તેમણે પાણી સાફ કરી પાઇપ લાઇન દુરસ્ત કરી હોવાનો દાવો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.