Ahmedabad News/ અમદાવાદમાં ફરી હીટ એન્ડ રનની ઘટના, રિવરફ્રન્ટ રોડ પર મહિલા પોલીસ કર્મચારીનું મોત

Ahmedabad News : અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આ અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહનચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારી છે અને વાહનચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે પુરપાટ ઝડપે વાહનચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારતા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમનું મોત થયું છે. આ મહિલા પોલીસકર્મીની નામ શારદાબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. આ મહિલા પોલીસકર્મી બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન વાહનચાલકે ટક્કર મારી અને દુર્ઘટના બની છે.

અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના વારંવાર બનતી હોય છે. જેમાં કાર ચાલકો ફુલ સ્પીડમાં કાર હંકારીને બીજાના જીવને જોખમમાં મૂકી દે છે, બ્રિજ બની ગયા હોવાથી લોકો સ્પીડમાં વાહન ચલાવતા હોય છે. ત્યારે આવા રફતારના રાક્ષસો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નાગરિકો માગ કરી રહ્યા છે. રિવરફ્રન્ટ પર પણ પૂરપાટ ઝડપે વાહનો ચલાવતા હોવાથી અવાર નવાર અકસ્માત થતાં જોવા મળતાં હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં નશાની હાલતમાં ઓડીના ચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા : અકસ્માત બાદ સિગારેટના દમ માર્યા

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવાના ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા

આ પણ વાંચો: અમદાવાદમાં BRTS રૂટમાં દોડતી બસે રાહદારીને ઉડાવ્યો, શહેરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ