ચેહરસિંહ વાઘેલા-મંતવ્ય ન્યુઝ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થરા નગરપાલિકા દ્વારા ૧.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પૂર્વ આરોગ્યમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું. સાંસ્કૃતિક હોલ ખુલ્લા મુકાયા બાદ તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે માન્ય શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા એ સારો વિચાર મૂકી લોક ઉપયોગી વિચાર મૂક્યો જેના કારણે થરા નગરજનોને લગ્ન પ્રસંગ તેમજ સામાજિક પ્રસંગે આ હોલનું કામ લાગશે લોકોના સુખાકારી માટે વિચારનારા તારો સભ્યો ૩ થી ૪ માંથી કીર્તિસિંહપણ આવે છે એમનું નામ ભસ્ટાચાર માં ક્યારેયઆવ્યું નથી કોરોના કાળમાં પણ ધારાસભ્ય સતત જાગૃત રહીને લોકો સાથે બેઠકો કરી કાર્યકરો સાથે બેઠકો કરી.
આ પ્રસંગે ધારાસભ્ય એ પણ સાંસ્કૃતિક હોલ થી લોકોને ફાયદો થશે તેમ જણાવેલ આ કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ધારાસભ્ય અણદાભાઇ પટેલ ચેરમેન ગુમાનસિંહ ચૌહાણ ,મગન સિંહ, વાઘેલા પૂર્વ ધારાસભ્ય ડાયાભાઈ પીલિયાતર જિલ્લા ભાજપમહામંત્રી .,નંદાજી ઠાકોર કનુભાઈ વ્યાસ, દિલીપજી વાઘેલા, પૂર્વ મહામંત્રી ભારતસિંહ થરા શહેર પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ રસિકભાઇ પ્રજાપતિ ભુપત જી પરમાર જેઠાજી જગાણી ભુપતભાઈ ભરતસિંહ વાઘેલા ઉમેશભાઈ પ્રજાપતિ નટુભાઈ પ્રજાપતિ વિનોદપુરી ગૌસ્વામી નગરપાલિકાના કોર્પોરેટર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
