Not Set/ અમદાવાદ મહિલાઓ સેફ હોવાના દાવા પોકળ, નારોલમાં એક મહિલા સાથે થઇ છેડતી

અમદાવાદ શહેરમાં મહિલાઓ અને બાળકીઓ સેફ હોવાના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે નારોલ વિસ્તારમાં એક મહિલા સાથે છેડતી થઇ ઘટના બની છે. આ મામલે મહિલાએ ત્રણ લોકો વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં છેડતીના પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, નારોલના સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતી એક મહિલા ઝઘડામાં વચ્ચે પડીને ઝઘડો છોડાવવા […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં મહિલાઓ અને બાળકીઓ સેફ હોવાના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે નારોલ વિસ્તારમાં એક મહિલા સાથે છેડતી થઇ ઘટના બની છે. આ મામલે મહિલાએ ત્રણ લોકો વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં છેડતીના પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, નારોલના સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતી એક મહિલા ઝઘડામાં વચ્ચે પડીને ઝઘડો છોડાવવા જતા છેડતીનો ભોગ બની હતી. આ દરમિયાન મહિલા ઝઘડામાંથી દિકરા અને જમાઇને છોડાવવા માટે વચ્ચે પડી હતી. જો કે ઉશ્કેરાયેલા કમલેશે મહિલા સાથે બદસલૂકી કરી હતી. મહિલાને બિભત્સ ગાળો આપી કપડા ફાડ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો છે કે કમલેશ આવેશમાં આવી મારી સાથે ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આજુબાજુના લોકો આવી જતા ત્રણેય લોકો ભાગી ગયા હતા.

આ મહિલાએ ઝઘડામાં વચ્ચે પડતાં કપડા ફાડી તેમજ બિભત્સ ગોળો આપી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો આરોપ લગાવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 લોકો વિરુદ્ધ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન