સુરત,
માંડવી તાલુકાના બોરીગાળા ગામમાં એસઓજી અને આર આર સેલની સંયુક્ત ટીમે પટેલ સ્ટોન ક્વોરી પર રેડ પાડી હતી. ક્વોરી નજીક મજૂરોની એક રૂમમાંથી ગેરકાયદે જીલેટિન અને ડિટોનેટર સહિતનો સામાન ભરી રાખ્યો હતો. ક્વોરી મેનેજર રસિક પરષોતમ વસોયાએ લાયસન્સ વહર 800 નંગ જિલેટિન સ્ટીક,400 નંગ ઈલેક્ટ્રિક ડિટોનેટર મળી 44 હજારનો મુ્દ્દામાલ જપ્ત કર્યો હતો.ગેરકાયદે રાખેલા આ જથ્થાને કારણે સ્થાનિક મજૂરોના જાનમાલને નુકસાન થવાની ભીતી છે.
