Not Set/ Be alert…!! ઓનલાઇન જુગારમાં લાખો રૂપિયા હારી જતાં યુવાનની આત્મહત્યા

રંગીલા રાજકોટમાં એક ખૂબ જ વિચિત્ર આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. આજકાલ ઓનલાઈન ગેમ એ સામાન્ય વાત બની ગઈ છે હરકોઈ પોતના મોબાઈલમાં ગેમ રમી શકે છે એવામાં ઓનલાઈન પોકરગેમ માં લાખો રૂપિયા હારી જવાથી એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. રાજકોટના આ યુવાન ને ઓનલાઇન […]

Top Stories Gujarat Rajkot

રંગીલા રાજકોટમાં એક ખૂબ જ વિચિત્ર આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. આજકાલ ઓનલાઈન ગેમ એ સામાન્ય વાત બની ગઈ છે હરકોઈ પોતના મોબાઈલમાં ગેમ રમી શકે છે એવામાં ઓનલાઈન પોકરગેમ માં લાખો રૂપિયા હારી જવાથી એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. રાજકોટના આ યુવાન ને ઓનલાઇન ગેમનું ઘેલું લાગ્યું હતું અને આ ઓનલાઈન ગેમ માં 75 લાખ રૂપિયા હારી જવાના કારણે તેને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ અંબિકા ટાઉનશિપ ખાતે 39 વર્ષીય કુનાલ તેની પત્ની અને બે બાળકો  સાથે રહેતો હતો.  ગત ગુરુવારે વહેલી સવારે મોટા મહુવા પાસેના એક કૂવામાંથી તેની લાશ મળી આવી હતી.

મૃત્યુ પહેલા કુણાલ મહેતાએ સુસાઈડ નોટ લખી હતી.  જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે પોતે ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો છે અને એટલે તે આવું હિન પગલુ ભરી રહ્યો છે. કૃણાલ ની સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી હતી જેના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

તેના ID પરથી પોલીસ પોકર સુધી પહોંચી

આપઘાત બાદ પોલીસને મળેલી  સ્યુસાઇટ નોટને આધારે પોલીસે પૂછપરછ અને આગળની તપાસ શરૂ કરી હતી. ઓનલાઇન ગેમોમાં ID પરથી લાખોનો ઓનલાઈન જુગાર રમાયો હોવાનું જાણવા મળ્યુ હતુ. કૃણાલ પોકરમાં લાખો રૂપિયા હારી ચુક્યો હતો. તેની ID ઉપરથી પોકરમાં જ લાખો રૂપિયાના નાણાંકિય વ્યવહારની પણ નોંધ મળી આવી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.