ઘણા રાજકારણીઓ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ઉભી થયેલી પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ આ મામલે નિવેદન આપ્યો છે. ભૂપેશ બઘેલે કહ્યું છે કે લોકોને લખીમપુર ખીરી જવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે? આ સાથે તેમણે એમ પણ પૂછ્યું કે શું ઉત્તર પ્રદેશ જવા માટે વિઝા લેવો પડશે?
The way farmers have been treated shows their mentality. It shows that if you stand against them, you will be crushed: Chhattisgarh CM Bhupesh Baghel on violence in Lakhimpur Kheri pic.twitter.com/1N6kfuZ4Tc
— ANI (@ANI) October 4, 2021
માનસિકતા દર્શાવે છે
ભૂપેશ બઘેલ કહ્યું કે અહીં ખેડૂતો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે, તે યુપી સરકારની માનસિકતા દર્શાવે છે. તે બતાવે છે કે જો તમે તેમની સામે ઉભા થશો તો તમને કચડી નાંખવામાં આવશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે વર્તમાન પરિસ્થિતિમાં કોંગ્રેસના ઘણા મુખ્યમંત્રીઓના વિમાનને લખનઉમાં ઉતરવાની મંજૂરી આપી નથી
