લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને સમગ્ર દેશભરમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળોનાં નેતાઓ રાજ્યની યોગી સરકાર પર આક્રમક થઇ ગયા છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) નાં સુપ્રીમો માયાવતીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો – ભ્રષ્ટાચાર / પેન્ડોરા પેપર્સ લીકનાં ખુલાસા બાદ પાકિસ્તાન PM સહિત 700 મોટા માથાનાં નામ આવ્યા બહાર
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા BSP સુપ્રીમોએ ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, લખીમપુર ખેરી ઘટનામાં ભાજપનાં બે મંત્રીઓની સંડોવણીનાં કારણે ઘટનાની યોગ્ય તપાસ થશે તે મને નથી લાગતું. માયાવતીએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. BSP નાં સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કર્યું, “BSP નાં રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાનાં સાંસદ શ્રી એસસી મિશ્રાને મોડી રાત્રે અહીં લખનઉમાં તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા, જે હજુ પણ નજરકેદ છે, જેથી તેમના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ લખીમપુર ખેરી જઇને ખેડૂત હત્યાકાંડની સાચી રિપોર્ટ ન મેળવી શકે. આ ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે.” માયાવતીએ તેના આગામી ટ્વીટમાં કહ્યું,” યુપીનાં દુઃખદ ખેરી કેસમાં ભાજપનાં બે મંત્રીઓની સંડોવણીને કારણે, આ ઘટનાની યોગ્ય સરકારી તપાસ અને પીડિતોને ન્યાય અને દોષિતોને કડક સજા શક્ય છે તેવુ લાગતું નથી. તેથી આ ઘટના માટે ન્યાયિક તપાસ જરૂરી છે, જેમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, BSP ની માંગ.”
2. यूपी के दुःखद खीरी काण्ड में भाजपा के दो मंत्रियों की संलिप्तता के कारण इस घटना की सही सरकारी जाँच व पीड़ितों के साथ न्याय तथा दोषियों को सख्त सजा संभव नहीं लगती है। इसलिए इस घटना की, जिसमें अब तक 8 लोगों के मरने की पुष्टि हुई है, न्यायिक जाँच जरूरी, बीएसपी की माँग।
— Mayawati (@Mayawati) October 4, 2021
આ પણ વાંચો – લખીમપુર હિંસા / ખેડૂતોએ કહ્યું આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર નહી
ભાજપનાં સાંસદ વરુણ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખીમપુર ખેરી ઘટના અંગે પત્ર લખ્યો છે. તેમણે આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવાની અને પીડિતોનાં પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. ભાજપનાં સાંસદે ટ્વિટર પત્ર શેર કરતા લખ્યું કે, “લખીમપુર ખેરીની હૃદયદ્રાવક ઘટનામાં શહીદ થયેલા ખેડૂતોને હું શ્રદ્ધાંજલિ આપું છું. હું ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ મામલે કડક કાર્યવાહી કરે.
