ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જલ્દી જ ભારતીય ક્રિકેટ ટીમનાં સહાયક કર્મચારીઓ માટે નવા આવેદન આમંત્રિત કરશે, જેમા મુખ્ય કોચનાં પદનો પણ સમાવેશ છે. તાજેતરની ટીમનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને વેસ્ટ ઈંન્ડિઝમાં થનારી ટૂર્નામેન્ટ માટે એક્સટેન્શન આપવામાં આવ્યુ છે, જે પછી તે એકવાર ફરી આવેદન કરી શકશે.
રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધર સહિતનાં ભારતીય સપોર્ટિંગ સ્ટાફ ટીમને વિશ્વકપ બાદ 45 દિવસનું એક્સટેન્શન આપવામાં આવેલ છે. જેમા 3 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી થનારા વેસ્ટ ઈંન્ડિઝ ટીમ સામેના ટૂરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
BCCI: Board of Control for Cricket in India (BCCI) has invited applications for positions for the senior India Men’s team — Head Coach, Batting Coach, Bowling Coach, Fielding Coach, Physiotherapist, Strength and Conditioning Coach and Administrative Manager. pic.twitter.com/dnqWWYdnaY
— ANI (@ANI) July 16, 2019
બીસીસીઆઈએ સાફ કર્યુ છે કે હેડ કોચથી લઇને સપોર્ટિંગ સ્ટાફનાં પદો પર આ દરેક ફરીથી આવેદન કરી શકે છે, પરંતુ વિશ્વકપમાં ભારતનાં સેમીફાઈનલથી બહાર થયા બાદ શંકર બાસુ અને પૈટ્રિક ફરહાર્ટનાં ગયા બાદ ટીમમાં એક નવા પ્રશિક્ષક અને ફિઝિયોનું આવવુ નક્કી છે. આપને જણાવી દઇએ કે, વિવાદાસ્પદ પરિસ્થિતિઓમાં અનિલ કુંબલેનો કાર્યકાળ સમયથી પહેલા સમાપ્ત થયા બાદ રવિ શાસ્ત્રીની 2017માં ભારતીય ટીમનાં મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
બીસીસીઆઈનાં એક અધિકારીએ જણાવ્યુ કે, જલ્દી જ બાસીસીઆઈની ઓફિસિયલ વેબસાઇ પર વેકેંસીથી જોડાયેલી જાણકારી અને આવેદન પત્ર જાહેર કરી દેવામાં આવશે. સહયોગી કર્મચારીઓ સિવાય, ટીમ મેનેજરનાં પદ માટે પણ નવા આવેદન આમંત્રિત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
