સ્ટોક માર્કેટ/ શેરબજારમાં તેજી સાથે સેન્સેકસ 58300ની ઉપર ખુલ્યો,નિફટી 17,400ને પાર

આજે લીલા નિશાનમાં જોવા મળી છે. ગઈકાલની જબરદસ્ત તેજી બાદ આજે પણ શેરબજાર ઊંચા સ્તર પર ખુલવામાં સફળ રહ્યું છે.

Top Stories Business

 શેરબજારની શરૂઆત આજે લીલા નિશાનમાં જોવા મળી છે. ગઈકાલની જબરદસ્ત તેજી બાદ આજે પણ શેરબજાર ઊંચા સ્તર પર ખુલવામાં સફળ રહ્યું છે. પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સે 150 પોઈન્ટથી વધુ અને નિફ્ટીએ 50 પોઈન્ટથી વધુનો વધારો દર્શાવ્યો હતોશેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો નિફ્ટીએ 17400ને પાર કરી લીધો છે. બજાર સેન્સેક્સમાં 58,310 ના સ્તરે ખુલ્યું છે અને NSE નો નિફ્ટી 56 પોઈન્ટના વધારા સાથે 17408 ના સ્તર પર ખુલ્યો છે.

આજે શેરબજાર ખુલતા પહેલા પ્રી-ઓપનિંગમાં બજાર સેટલ થતા પહેલા મામૂલી તેજી સાથે કારોબાર કરી રહ્યું હતું. BSE સેન્સેક્સ 151.53 પોઈન્ટ અથવા 0.26 ટકાના નજીવા વધારા સાથે 58312 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 56 અંકોના વધારા સાથે 17408 ના સ્તર પર કારોબાર કરતી જોવા મળી હતી.