Not Set/ પિતાએ બે પુત્રોને પાણીની ટાંકીમાં ફેંકી પોતે આત્મહત્યા કરી

  રાજકોટ રાજકોટમાં પિતાએ તેના બે સંતાનોની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.પિતાએ આત્મહત્યા કરતાં પહેલાં બંને સંતાનોને અગાશી પર આવેલી પાણી ભરેલી ટાંકીમાં ફેંકી દીધા હતા.જો કે પિતાએ આવું ક્રુર પગલું કેમ ભર્યું તેની પોલિસ તપાસ કરી રહી છે. મળતી વિગતો પ્રમાણે, રાજકોટના નવા ગામમાં આ બનાવ છે. જેમાં એક […]

Top Stories

 

રાજકોટ

રાજકોટમાં પિતાએ તેના બે સંતાનોની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.પિતાએ આત્મહત્યા કરતાં પહેલાં બંને સંતાનોને અગાશી પર આવેલી પાણી ભરેલી ટાંકીમાં ફેંકી દીધા હતા.જો કે પિતાએ આવું ક્રુર પગલું કેમ ભર્યું તેની પોલિસ તપાસ કરી રહી છે.

મળતી વિગતો પ્રમાણે, રાજકોટના નવા ગામમાં આ બનાવ છે. જેમાં એક પિતાએ આ પગલું ભર્યું છે. પિતાએ બંને સંતાનોને અગાશી પરની પાણીની ટાંકીમાં ડુબાડીને પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નવાગામની સોમનાથ રેસિડેન્ડીમાં રહેતા 32 વર્ષના રમેશ મનસુખભાઇ જેસાણી નામના કોળી યુવાન અને બે પુત્રો સવારે ઘરમાં જોવા ન મળતાં તેની પત્નિ અલ્પાબેને  શોધખોળ શરૂ કરી હતી.અલ્પાએ રમેશના મોબાઇલ પર ફોન કરતાં બાજુના બંધ મકાનમાં ફોન રણક્યો હતો.આ બંધ મકાનમાં તપાસ કરતાં રમેશનો ફાંસી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પત્નિ અલ્પાએ પોતાના સંતાનો અભિ અને હર્ષની પણ શોધખોળ કરતાં તેમની લાશ અગાશી પર આવેલી પાણીની ટાંકીમાં મળી આવી હતી.

પોલિસે ત્રણેય પિતા-પુત્રોની લાશ કબજે લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.