Surat News:લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનો તેના સમુદાય દ્વારા અલગ આંતરજ્ઞાતિના પુરુષ સાથે સગાઈ કરવા બદલ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, અન્ય એક ગાયિકાના પ્રેમ લગ્ન હવે વિવાદનો વિષય બન્યા છે.સુરત શહેરની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના (Aarti Sangani) પ્રેમ લગ્ન ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે.
આરતીના પિતા સાડી ઉદ્યોગમાં કામ કરે છે અને લેસ બનાવે છે.તેમને પાંચ પુત્રીઓ અને એક પુત્ર છે. આરતી અને તેની બહેન જોડિયા છે. આરતી સૌથી નાની પુત્રી છે, જ્યારે તેનો ભાઈ સૌથી નાનો છે.આ બાબતે, આરતી સાંગાણીના (Aarti Sangani) પિતાએ કહ્યું, “હું તેને પાછા આવવા વિનંતી કરું છું. અમારો સમુદાય અમારી સાથે છે. અમારો પરિવાર અમારી સાથે છે. જે પણ ભૂલ થઈ છે, તેને સુધારીએ. હજુ પણ સમય છે, કૃપા કરીને પાછા આવિજા.”

“મેં તેની સાથે છેલ્લી વાર 16 ડિસેમ્બરે બપોરે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. ભાવનગરમાં (Bhavnagar) એક કાર્યક્રમ હતો, અને કાર્યક્રમ પૂરો થયા પછી, અમે વીડિયો પર વાત કરી, અને પછી તેણે કહ્યું, ‘હું સાંજે બસ પકડીશ, પપ્પા, હું સવારે પહોંચીશ.’ મેં તેને કહ્યું કે તે કામરેજ પહોંચે ત્યારે મને ફોન કરે, અને હું તને ત્યાંથી લઈ જઈશ. મારી તેની સાથે આ છેલ્લી વાતચીત હતી. પછી તેનો ફોન બંધ થઈ ગયો, તેના એક દિવસ પછી બપોરે મેં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધાવી.”
આરતી સાંગાણીના (Aarti Sangani) પિતાએ ઘરે આવવા કરી વાત
આરતી સાંગાણીના (Aarti Sangani) પિતાએ વધુમાં કહ્યું કે મેં 21 ડિસેમ્બરે મારી પુત્રી સાથે વાત કરી હતી. તેને મને કહ્યું કે મને અહીં રહેવા ડો. મેં તેને કહ્યું કે જો કોઈ દબાણ હોય કે કઈ પણ હોય તો પાછી આવી જા. હજુ સુધી કંઈ બગડયું નથી, ભૂલો બધાથી થાય છે, છોકરાઓ ભૂલો કરે છે. જ્યાં સુધી તારા પિતા અહીં છે, ત્યાં સુધી પાછી આવિજા. મને તેના પર પૂરો વિશ્વાસ હતો… અને તેણે મને આ વિશ્વાસ અપાવ્યો હતો કે હું તમારી પુત્રી નથી પણ તમારો પુત્ર છું.

“પ્રેમ લગ્નમાં, માતાપિતાની સંમતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે બાળ બુદ્ધિમાં તે સમજી નહીં શકે, તેને પાછળથી પસ્તાવાનું થાશે. મારી એકમાત્ર માંગ છે કે તું જે તે કર અને તારી ભૂલ સુધારીને ઘરે પાછી આવિજા, આ મારી એકમાત્ર માંગ છે. મેં તેના પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ તેણે મને દગો આપ્યો છે.”
અલ્પેશ કથીરિયાનું નિવેદન આવ્યું સામે
આ બાબતે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે આરતીના માતાપિતા છેલ્લા 10 દિવસથી તેમની પુત્રી વિશે ખૂબ ચિંતિત હતા. 17 ડિસેમ્બરે, આરતીના પિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ વ્યક્તિની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, દુઃખની વાત છે કે, તેના માતાપિતા સાથે સીધી વાત કરવાને બદલે, આરતી સાંગાણી (Aarti Sangani) સોશિયલ મીડિયા પર વિડિઓ પોસ્ટ કરીને જવાબ આપી રહી છે, જે પરિવાર માટે આઘાતજનક છે.
કથીરીયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરતી સાંગાણી (Aarti Sangani) આજે જે સ્થાન અને સ્તર પર છે તે ફક્ત તેની મહેનતને કારણે જ નહીં પરંતુ તેના માતાપિતા અને સમાજના નોંધપાત્ર યોગદાનને કારણે પણ પહોંચી છે. જ્યારે કોઈ વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ પદ અથવા દરજ્જો ધરાવે છે, ત્યારે તેને કોઈપણ પગલું ભરતા પહેલા તેના નિર્ણયોની સમાજ પર શું અસર પડે છે તે વિશે વિચારવું જોઈએ. અલ્પેશ કથીરિયાના જણાવ્યા મુજબ, તાજેતરમાં નોંધાયેલી ઘટનામાં, પાટીદાર યુવતીએ તેને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે.
આ પણ વાંચો:કિંજલ દવે સામેનો કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ કોર્ટે કર્યો રદ્દ, આ સોંગ સાથે ફરી મચાવશે ધૂમ
આ પણ વાંચો: કિંજલ દવેના ચાર-ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે લંબાવાયો
આ પણ વાંચો: કિંજલ દવે સામેનો કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ કોર્ટે કર્યો રદ્દ, આ સોંગ સાથે ફરી મચાવશે ધૂમ
