સુરત ની સેશન્સ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં હાર્દિક પટેલ (Hardik Patel), અલ્પેશ કથિરીયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહના કેસમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કર્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસને પરત ખેંચવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
સરકારની અરજી મંજૂર થતાં, લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય કાર્યવાહીનો અંત આવ્યો છે અને હાર્દિક પટેલ સહિતના તમામ આરોપીઓને આ કેસમાંથી છુટકારો મળ્યો છે.
સરકારની અરજીને કોર્ટની મંજૂરી
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહનો કેસ પરત ખેંચવા સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટએ અરજી પર વિચારણા કર્યા બાદ તેને ગ્રાહ્ય રાખી, જેના પરિણામે હાર્દિક પટેલ સહિત અન્ય ત્રણ આરોપીઓ સામે ચાલતી કાયદાકીય કાર્યવાહીનો અંત આવ્યો.
બચાવ પક્ષે કરી કાયદાકીય રજૂઆત
આ સમગ્ર મામલે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કોર્ટમાં અસરકારક કાયદાકીય રજૂઆતો કરી હતી. બચાવ પક્ષની દલીલો અને સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખીને કોર્ટે હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને રાજદ્રોહના આરોપોમાંથી મુક્ત કરવાનો આદેશ કર્યો.
વર્ષો જૂના કેસનો અંત
વર્ષોથી ચાલી રહેલો આ રાજદ્રોહનો કેસ હાર્દિક પટેલ માટે રાજકીય અને કાયદાકીય રીતે મહત્વનો માનવામાં આવતો હતો. સરકાર દ્વારા કેસ પરત ખેંચવાના નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ આખરે હાર્દિક પટેલ સામેનો આ વિવાદાસ્પદ કેસ સત્તાવાર રીતે બંધ થયો છે.
આ પણ વાંચો : સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા
આ પણ વાંચો : સુરતમાં ફરી વાર નકલીનો કારોબાર, નકલી કોસ્મેટિક ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું
આ પણ વાંચો: સુરતઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો
