- રાજ્યમાં સૌ પ્રથમ મિલિયોઇડોસિસનો કેસ
- નવસારીમાં મિલિયોઇડોસિસનો નોંધાયો કેસ
- નિવૃત શિક્ષકના ફેફસામાંથી મળ્યા જીવાણું
- સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે દર્દી
- શિક્ષકના ફેફસામાં રસી થઈ જતા કરાઈ તપાસ
- ભારતમાં અત્યાર સુધીમાં 585 કેસ મળી આવ્યા
- કર્ણાટકમાં 306 અને તામિલનાડુમાં 146 કેસ નોંધાયા
‘મિલિયોઇડોસિસ’ રોગનો પ્રથમ કેસ ગુજરાતમાં સુરતમાં શોધાયો છે. સુરતની વિનસ હોસ્પિટલમાં દાખલ નવસારીના નિવૃત્ત શિક્ષકના ફેફ્સામાં થયેલા રસીની તપાસ દરમિયાન ‘મિલિયોઇડોસિસ’ રોગના જીવાણું મળી આવ્યાં હતા, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી લેબોરેટરી તથા સેન્ટર ફોર ઇમેજિંગ એન્ડ ટ્રોપિકલ ડિસિઝ મનિપાલ, કર્ણાટક ખાતે પણ આ રસીની તપાસ કરવામાં આવી હતી. જેમાં ‘મિલિયોઇડોસિસ’ રોગ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના નિવૃત્ત શિક્ષક છેલ્લા બે માસથી ઉધરસ, તાવ, ભૂખ નહીં લાગવી અને વજન ઘટવા જેવી તકલીફથી પીડાઈ રહ્યા હતા. ત્યારબાદ તેમની વિનસ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના એક્સરે રીપોર્ટમાં ફેફ્સામાં પરું દેખાયું હતું. રોગનું નિદાન કરવા લેબોરેટરીમાં તપાસ કરાતા પરુમાંથી જીવલેણ ‘મિલિયોઇડોસિસ’ રોગના જીવાણું મળી આવ્યા હતા.
ભારતમાં આ રોગના અત્યાર સુધીમાં 585 કેસ નોંધાયા છે. જેમાં કર્ણાટકમાં 306 અને તામિલનાડુમાં 146 કેસ છે. કેરાલા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ આ રોગના જીવાણુંએ દેખા દીધી છે. જ્યારે ગુજરાતમાં આ પ્રથમ કેસ છે.
સામાન્ય રીતે ખેતરમાં ખુલ્લા પગે કામ કરતા લોકોમાં આ રોગ વધુ જોવા મળે છે. આ ઉપરાંત શરાબ પીવાની આદત ધરાવતા લોકો, ડાયાબિટીસ કે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓમાં આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે. મિલિયોઈડોસિસના સૌથી વધારે કેસ થાઈલેન્ડમાં દેખાય છે. આ રોગ થયા પછી સારવાર લેવાય તો પણ ૫૦ ટકા કેસમાં મૃત્યુની શક્યતા રહે છે.
રોગના લક્ષણો
- તાવ આવવો
- ફેફ્સામાં ન્યુમોનિયા
- શરીરના કોઈપણ ભાગમાં પરુ થવું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
