Amreli News: અમરેલીમાં ધારી ગીર પૂર્વના ડીસીએફ(DCF)નો વધુ એક વિવાદ (Controversy) આવ્યો .છે. 2023માં ફગાવાયેલી અરજીને 2026માં મંજૂરી મળતા ભારે ચર્ચા છે. રાજબા ગઢવી અને હરસુરને માલધારી બનાવવાનો નિર્ણય લેવાયો છે. માલધારી બનાવવાના નિર્ણય પર વિવાદ સર્જાયો છે. ગીરમાં પરત ફરવા વનવિભાગના બે પત્રોથી સવાલ સર્જાયો છે. અગાઉ ના પાડવામાં આવ્યા પછી મંજૂરી આપવામાં આવતા મામલો બીચક્યો છે.

અચાનક મળેલી મંજૂરીથી Controversy સર્જાઈ
લોકોને પણ આ રીતે અચાનક જ મળેલી મંજૂરીથી આશ્ચર્ય થયું છે. લોકોનું કહેવું છે કે અચાનક જ એવું તે કેવું દબાણ આવ્યું કે આ પ્રકારની મંજૂરી મળી ગઈ. લોકોને પણ આ રીતે મંજૂરી મળવાના કારણે આશ્ચર્ય થયું છે. અમરેલીમાં આ પ્રકારની મંજૂરીને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા છે. ડીસીએફ વિવાદ સામે ફરી પાછી આંગળી ચીંધવામાં આવી રહી છે. આના કારણે લોકોમાં વાત ચર્ચાના ચકડોળે ઉડી છે.

માલધારીઓ વચ્ચે વિવાદ
કેટલાય વર્ષો પહેલા આ લોકોએ ગીરમાં માલધારી તરીકેનો હક્ક છોડી દીધો હતો અને સરકારની યોજનાનો જ ફાયદો લઈને બીજે વસવાટ કરતા હતા, પરંતુ હવે તેમનું કુટુંબ મોટું થતાં તેમણે તેમના અગાઉના નેસનો હવાલો લઈને ફરીથી વસવાટની અરજી માંગી છે ત્યારે સ્થાનિક સ્તરે તેની સામે વિરોધ થાય તે સ્વાભાવિક છે. સ્થાનિક લોકો ગીર પર જ નભે છે. જ્યારે આ રીતે બહાર ગયેલા લોકો હવે બહાર તો તેમનો હક્ક જાળવે જ છે, પરંતુ ગીરમાં પણ તેમનો હક્ક જમાવવા માંગે છે જે વાત સદંતર ગેરવાજબી છે.

મંજૂરી આપવામાં કોઈ દબાણ હતું કે નહીં
લોકોને શંકા છે કે આમાં કોઈનું દબાણ છે અથવા તો મોટો વહીવટ થયો હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ પ્રકારને પહેલા ના અને પછી હા એમને એમ કઈ રીતે થાય. શું નિયમ આ રીતે કોઈના માટે બદલાઈ જાય છે. સામાન્ય લોકો માટે તો નિયમ બદલાતો નથી, તો પછી અહીં એવું શું છે કે નિયમ જેવો નિયમ કોઈના માટે બદલાઈ જાય છે.
કઈ કૃપાથી નામંજૂરી મંજૂરીમાં પરિવર્તીત થઈ તે સવાલ
લોકોની માંગ છે કે અહીં એવી તે કયા પ્રકારની કૃપા ઉતરી કે એક નામંજૂરી સીધી મંજૂરીમાં પરિવર્તીત થઈ ગઈ. હવે જો આ વખતે મંજૂરી મળી ગઈ તો પછી પહેલા કયા કારણસર નામંજૂરી મળી હતી. આમ પહેલા નામંજૂરી મળી હતી તે યોગ્ય હતું કે પછી મંજૂરી મળી તે યોગ્ય છે. આ અંગે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ તેના અંગે ડીસીએફની કોઈ માર્ગદર્શિકા છે કે નહીં. તેથી આગામી દિવસોમાં આ અંગે ઘટતું કરવામાં આવે તથા વધારે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.
