Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઇવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીના ઓવરબ્રિજને (Ahmedabad Overbridge) વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આ 4.03 કિલોમીટર લાંબા બ્રિજ (6 Lane Flyover)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બ્રિજ શરૂ થતાં ગાંધીનગર તરફ અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
Ahmedabad Overbridge: વાહનચાલકોને ત્રણ મુખ્ય સ્થળોએ મળશે રાહત
આ બ્રિજ શરૂ થવાથી વાહનચાલકોને વાયએમસીએ, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જંક્શન પર ટ્રાફિકમાં અટવાવાની સમસ્યામાંથી રાહત મળશે. કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી (Karnavati to Sarkhej) તરફ જવા માટે વાહનચાલકો પકવાન બ્રિજ પૂર્ણ થયા બાદ ઇસ્કોન બ્રિજ પરથી ઓવરબ્રિજ પર ચડી શકશે. આ માર્ગ પર કર્ણાવતી, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) અને વાયએમસીએ પાસે નીચે ઉતરવા માટે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે.
તેવી જ રીતે, સરખેજ-સાણંદ ચોકડીથી કર્ણાવતી તરફ આવવા માટે વાયએમસીએ ક્રોસ રોડ, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) અને કર્ણાવતી પાસે બ્રિજ પર ચડવાની સુવિધા આપવામાં આવી (Ahmedabad Infrastructure) છે.

‘ઊંધી ટી’ ડિઝાઇન છે ખાસ વિશેષતા
આ કોરિડોરની ખાસિયત તેની ‘ઊંધી ટી’ આકારની ડિઝાઇન છે. આખો બ્રિજ સિંગલ પિલર પર ઊભો કરવામાં આવ્યો છે. તેના કારણે બ્રિજની નીચે બંને તરફનો રસ્તો ખુલ્લો અને પહોળો રહેશે. આ ડિઝાઇનથી નીચેના રસ્તા પર વાહનવ્યવહારને પણ સરળતા રહેશે.

રોજના 2 લાખ વાહનચાલકોને ફાયદો
આ કોરિડોર શરૂ થતાં દરરોજ અહીંથી પસાર થતા અંદાજે 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળવાની અપેક્ષા છે. ખાસ કરીને એસ.જી. હાઇવે પર કર્ણાવતી, પ્રહલાદનગર અને સરખેજ-સાણંદ ચોકડી તરફ અવરજવર કરતા લોકોને આ બ્રિજથી મોટો ફાયદો થશે.
આ પણ વાંચો: SG હાઇવેના ઇસ્કોનથી સરખેજ એલિવેટેડ કોરિડોરનું 9 નવેમ્બરે લોકાર્પણ, અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાશે
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ગુજરાતમાં ઉજવશે દિવાળી, સાથે વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ
આ પણ વાંચો: PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ
