Ahmedabad news: દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળે તેવી ભેટ મળવા જઈ રહી છે. ઇસ્કોન જંકશનથી સરખેજ સુધી રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયેલા એલિવેટેડ કોરિડોર( elevated corridor)નું આગામી 9 નવેમ્બરે લોકાર્પણ કરવામાં આવશે.
Elevated corridor: અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાશે કોરિડોર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ એલિવેટેડ કોરિડોર ખુલ્લો મુકવામાં આવશે. કોરિડોર શરૂ થતાં અમદાવાદથી ગાંધીનગર(gandhinagar) તરફ જતા વાહનચાલકો અનેક ચાર રસ્તા પર ટ્રાફિકમાં અટવાયા વગર અવરજવર કરી શકશે.

ખાસ કરીને ઇસ્કોન જંકશન, સરખેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક(Traffic)નું ભારણ ઘટશે. નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
9 નવેમ્બરે રૂ. 1,000 કરોડના વિકાસકાર્યો
9 નવેમ્બરે અમદાવાદમાં કુલ રૂ. 1,000 કરોડના વિકાસકાર્યોનું આયોજન છે. તેમાં આશરે રૂ. 700 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. 300 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કુલ 28 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.
આ પણ વાંચો:અમદાવાદીઓને આજે મળશે રૂ. 210 કરોડના ખર્ચે SG હાઇવે પર બનનારા બે ઓવરબ્રિજની ભેટ
આ પણ વાંચો:અમદાવાદીઓને મળશે વધુ એક બ્રિજની ભેટ, પાણીનો વધુ સંગ્રહ થશે
આ પણ વાંચો:લો બોલો… અમદાવાદીઓને કાર ખરીદતા પહેલા હવે પાર્કિંગના પુરાવા આપવા પડશે…!!!
