Porbandar News/ પોરબંદરમાં શિક્ષક દ્વારા 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: શિક્ષણ જગતમાં ખળભળાટ

પોરબંદરમાં આવેલ મંડેર ગામની સરકારી શાળાના શિક્ષકે એક 13 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા, શિક્ષક સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ દાખલ.

Top Stories Gujarat Others Breaking News

Porbandar News : પોરબંદર જિલ્લાના મંડેર ગામની સરકારી શાળામાં કામ કરતા એક શિક્ષકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. આ શિક્ષક પર એક 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અને શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીડિત બાળકીના વાલીએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક વિપુલ ગોહેલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં એક શિક્ષકે 13 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. પોરબંદર જિલ્લાના મંડેર ગામે 13 વર્ષની બાળકી પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ આચરતા પોરબંદર શિક્ષણજગત શર્મસાર થઈ જવા પામ્યું છે. પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં 64(2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.

આ ઘટના બાદ શિક્ષણ જગતમાં ભારે આંચકો લાગ્યો છે. લોકોમાં રોષની ભાવના જોવા મળી રહી છે. શિક્ષક જેવો વ્યક્તિ આવું કૃત્ય કરે તેવી કોઈને અપેક્ષા ન હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મનોદિવ્યાંગ દુષ્કર્મ કેસઃ કોર્ટે આપ્યો ચુકાદો-આરોપીને આજીવન કેદ, પીડિતાને ₹4.85 લાખનું વળતર

આ પણ વાંચો: બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા

આ પણ વાંચો: નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ કર્યા જાહેર