Surat News : ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી જોય એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી નગર કો-ઓપ હાઉસિંગ સોસાયટી, કતારગામ મહાદેવ પાસે, કતારગામ-સુરતના તારીખ 28.01.2025 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાનું દુકાનમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી 24 બોક્સમાં ISI માર્ક વગરના રમકડાં મળી આવ્યા હતા અને જપ્ત કરી લીધા.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ના ઓર્ડર નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016 ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત 395001 (ફોન નં. 0261 29900712991171, 2992271, 2990690) પર લખી શકે છે. ફરિયાદ ને [email protected] અથવા [email protected] પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
આ પણ વાંચો: સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું અનુપાલન ફરજિયાત
આ પણ વાંચો: લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે BIS ની મોટી કાર્યવાહી, દરોડા પાડીને માલ કર્યો જપ્ત
આ પણ વાંચો: રમકડાના વેપારીઓ પર BISના દરોડા, જપ્ત કર્યા લાયસન્સ વગરના ઉત્પાદનો અને રમકડાં
