Not Set/ પાટણ/ ભાજપનાં પોસ્ટરમાંથી PM મોદીની જ બાદબાકીથી રાજકારણ ગરમાયું

ફરી એક વખત ભાજપમાં પોસ્ટર – બેનર વિવાદ છળે ચોક જોવામાં આવી રહ્યો છે. જી હા, પાટણ શહેરમાં ભાજપનું બેનર વિવાદમાં આવ્યું છે અને ભાજપનાં આ બેનરમાંથી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જ ફોટો ગાયબ હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક રાજકરણમાં PMના ફોટાને લઈ સવાલોઉઠ્યા છે. પોસ્ટર- બેનરનો વીડિયો પણ વાયરલ થયો છે. સોસિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે 24 […]

Gujarat Others

ફરી એક વખત ભાજપમાં પોસ્ટર – બેનર વિવાદ છળે ચોક જોવામાં આવી રહ્યો છે. જી હા, પાટણ શહેરમાં ભાજપનું બેનર વિવાદમાં આવ્યું છે અને ભાજપનાં આ બેનરમાંથી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જ ફોટો ગાયબ હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક રાજકરણમાં PMના ફોટાને લઈ સવાલોઉઠ્યા છે. પોસ્ટર- બેનરનો વીડિયો પણ વાયરલ થયો છે. સોસિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે 24 જેટલા નેતા યાદ રહ્યા અને PM મોદી જ કેમ ભૂલાઇ ગયા આ પોસ્ટરમાં…

વાત જાણે એમ છે કે, ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતનાં પ્રવાસ જવાના છે, સી.આર.પાટીલને આવકારવા પોસ્ટર લગાવાયુ હતું. પોસ્ટરમાં અમિત શાહ, વિજય રૂપાણી,  સી.આર. પાટીલ,  કે.સી.પટેલ સહિતનાં અનેક નેતાઓનાં ફોટા જોવામાં આવે છે, પરંતુ ખુદ PM મોદી જ પોસ્ટરમાંથી ગાયબ છે. તમામ ભાજપની શિર્ષનેતાગીરીની પોસ્ટરમાં નામ અને પોસ્ટ સાથેની હાજરી વચ્ચે PM મોદીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે અને ફરી એક વખત પોસ્ટર વોર ચાલું થાય તેવી ભીંતી વચ્ચે પોસ્ટર રાજકીય ગરમાવાનું કારણ બન્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews