Gujarat Election/ ‘ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે’, અમિત શાહની ઐતિહાસિક જીત પર ગર્જના

ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે.અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને ઘણી રીતે ખાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે તાજેતરની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતે દેશને સંદેશ આપ્યો છે કે ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે.

Top Stories Gujarat
Gujarat election
  • ગુજરાતમાં ભાજપનો વિજય 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપનો માર્ગ પ્રશસ્ત કરશે
  • ગુજરાતના વિજયથી દેશભરના કાર્યકરોમાં નવું જોમ આવશે
  • ગુજરાતના વિજયમાં પન્ના પ્રમુખોની ભૂમિકાને મહત્વની ગણાવી
  • ગુજરાત ભાજપના વિજયના રેકોર્ડને ભવિષ્યમાં પણ તોડવો મુશ્કેલ

Gujarat: ગુજરાતના સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા Gujarat electionમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું (MLAs)સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) ભાજપના સુરત શહેર અને જિલ્લા સમિતિ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહને પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધતા અમિત શાહે ગુજરાત ચૂંટણીમાં મળેલી જીતને ખાસ ગણાવી હતી.

અમિત શાહે કહ્યું કે Gujarat electionની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે. તેમણે કહ્યું કે આ જીત આગામી ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં (Parliamentary election 2024) ભાજપની સકારાત્મક જીત છે. તેમણે આમ આદમી પાર્ટીનું (Aam Adami Party)નામ લીધા વિના તેના પર પણ નિશાન સાધ્યું અને ભાજપની જીતનો શ્રેય પન્ના પ્રમુખોને (Page pramukh) આપ્યો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં આટલી મોટી જીત ભાજપના કાર્યકરોના (BJP Worker) કારણે છે. તેમણે આ ચૂંટણી જીતમાં પન્ના પ્રમુખોની ભૂમિકાને પણ મહત્વની ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓએ સાથે મળીને અમારી યોજના જમીન પર મૂકી દીધી છે. અમિત શાહે કહ્યું કે જે અભૂતપૂર્વ જીત મળી છે, ભવિષ્યમાં પણ આ રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.

તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર પ્રહારો કર્યા અને કહ્યું કે ગુજરાતમાં પણ નવા પક્ષો આવ્યા. અમિત શાહે કહ્યું કે નવી પાર્ટીઓએ મોટા-મોટા દાવા કર્યા, વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક બાંહેધરી આપી, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો તેનો સફાયો થઈ ગયો. તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા તૈયાર છે.

ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે.અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને ઘણી રીતે ખાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે તાજેતરની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતે દેશને સંદેશ આપ્યો છે કે ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે. શાહે કહ્યું કે ગુજરાતના આ પરિણામોની 2024ની લોકસભા ચૂંટણી પર પણ સકારાત્મક અસર પડશે. આ જીત રાજકીય ચિત્ર બદલવા સાબિત થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી. ગત ચૂંટણીની સરખામણીએ ભાજપનો વોટ શેર પણ ત્રણ ટકા વધ્યો છે. આક્રમક પ્રચાર કરનાર આમ આદમી પાર્ટીની બેઠકો બે આંકડા સુધી પણ પહોંચી શકી નથી.

આ પણ વાંચોઃ

મોટો નિર્ણય/ હરિયાણા સરકારે બોર્ડમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે લીધો આ મોટો નિર્ણય

બિહાર શૂટિંગ/ બિહારમાં જમીનના વિવાદમાં પાંચ મહિલાઓને ગોળી મારી દેવાઈ