મોટો નિર્ણય/ હરિયાણા સરકારે બોર્ડમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે લીધો આ મોટો નિર્ણય

શાળા પ્રશાસનને જારી કરાયેલ સત્તાવાર સૂચનામાં, રાજ્ય સરકારે કહ્યું છે કે સવારનો સમય અભ્યાસ માટે સૌથી યોગ્ય સમય છે. એ સમયે મન ફ્રેશ રહે છે અને વાહનોનો ઘોંઘાટ પણ થતો નથી.

Top Stories India
Manohar Lal Khattar

Manohar Lal Khattar:     હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારે એક અનોખો નિર્ણય લીધો છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકારે મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારામાં વિદ્યાર્થીઓને વહેલી સવારે જાગવા માટે એલાર્મ સિસ્ટમ અપનાવવાની અપીલ કરી છે. ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પીકરનો ઉપયોગ દરરોજ સવારે વિદ્યાર્થીઓને જગાડવા માટે કરવામાં આવશે. આ પહેલ દ્વારા સરકાર વિદ્યાર્થીઓને સવારે વહેલા જાગીને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરશે. માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ તેની તૈયારી કરવી પડશે.

રાજ્યના શિક્ષણ વિભાગે મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને વહેલી સવારે જગાડવા જણાવ્યું છે જેથી તેઓ આવતા વર્ષે માર્ચમાં યોજાનારી તેમની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકે. એટલું જ નહીં, સંબંધિત શાળાના સત્તાવાળાઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ વાલીઓને તેમના બાળકોને સવારે 4.30 વાગ્યે જગાડવા કહે જેથી તેઓ સવારના સમયનો તૈયારી માટે ઉપયોગ કરી શકે.

સરકારનું શું કહેવું છે?

શાળા પ્રશાસનને જારી કરાયેલ સત્તાવાર સૂચનામાં, રાજ્ય સરકારે કહ્યું છે કે સવારનો સમય અભ્યાસ માટે સૌથી યોગ્ય સમય છે. એ સમયે મન ફ્રેશ રહે છે અને વાહનોનો ઘોંઘાટ પણ થતો નથી. આ માટે દરેક વર્ગ શિક્ષકે વાલીઓને વિનંતી કરવી જોઈએ કે તેઓ તેમના બાળકોને સવારે 4.30 વાગ્યે જગાડે અને સવારે 5.15 વાગ્યા સુધી બેસીને અભ્યાસ કરવા કહે. એટલું જ નહીં, આ નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષકો વોટ્સએપ ગ્રૂપ દ્વારા પણ પૂછપરછ કરશે કે વિદ્યાર્થીઓ જાગે છે અને અભ્યાસ કરે છે કે નહીં. જો વાલીઓ સહકાર ન આપતા હોય તો તે શાળા વ્યવસ્થાપન સમિતિના ધ્યાન પર લાવવાની રહેશે.

મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાઓને પણ આદેશ

 રાજ્યના મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. આવતા વર્ષે માર્ચ મહિનામાં સૂચિત બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શાળાઓની પાસ ટકાવારીમાં સુધારો કરવા માટે, હરિયાણા સરકારે મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને વહેલા જગાડવા માટે ‘એલાર્મ’ વગાડવાનું કહ્યું છે

Kisan Maha Panchayat/કિસાન મહા પંચાયત આ રાજ્યમાં 26મી જાન્યુઆરીએ યોજાશે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે શું કહ્યું