New Delhi News: ન્યૂયોર્ક શહેરના હાર્લેમના એકમાં એપાર્ટમેન્ટમાં લિથિયમ આયન બેટરીથી લાગેલી આગમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડીંગના રહેવાસીઓ વિનાશક આગમાંથી બચવા માટે બારીઓમાંથી કૂદી પડ્યા હતા જેમાં 17 લોકો ઘાયલ થયા હતા. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે પીડિતની ઓળખ 27 વર્ષીય ફાઝિલ ખાન તરીકે કરી છે. અત્યારે તેઓ પરિવાર અને મિત્રોના સંપર્કમાં છે. તેના મૃતદેહને ભારત પરત મોકલવામાં આવશે અને આ દુર્ઘટનામાં બની શકે તેટલી સહાય આપવાનું કામ કરી રહી છે.
ન્યૂયોર્કના ફાયર વિભાગ મુજબ, લિથિયમ આયન બેટરી ફાટવાને કારણે આગ લાગી હતી. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. આગમાં ડઝનેક લોકોને વિસ્થાપિત કરાયા છે. કેટલાક લોકોને કૂદી પડવાની અથવા પોતાનો જીવ બચાવવા ફાયર એસ્કેપનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
કોણ છે ફાઝિલ ખાન
ફાઝિલ ખાન કોલંબિયા જર્નાલિઝમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ધ હેચિંગર રિપોર્ટ સાથે ડેટા જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા. જે શિક્ષણમાં અસમાનતા અને નવીનતા પર અહેવાલ આપતો બિનનફાકારક ન્યૂઝરૂમ છે. તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ, ફાઝિલ ખાને 2018 માં બિઝનેસ સ્ટાન્ડર્ડમાં કોપીડિટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેમણે સ્નાતક ડિગ્રી માટે 2020 માં ન્યૂયોર્ક જતા પહેલા દિલ્હીમાં CNN-News18 માં સંવાદદાતા તરીકે કામ કર્યું હતું.
ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટ FDNY અનુસાર, લિથિયમ-આયન બેટરીના કારણે 2023માં શહેરમાં 267 આગ, 150 ઇજાઓ અને 18 લોકોના મોત થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 24 લિથિયમ-આયન બેટરીમાં આગની તપાસ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Devbhumi Dwarka/ PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશને આપી મહત્વની સૂચના