IPL 2022/ RCB ટીમમાં સીલેક્ટ થતા લગ્નને મોકુફ રાખી આ ખેલાડી ઉતર્યો મેદાન પર..

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર 9 મેના રોજ લગ્ન કરવાના હતા. પરંતુ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ માટે રજતને બોલાવ્યા તો તેમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વીના આ સુવર્ણ તકને ઝડપી લીધી

Top Stories Sports
3 2 11 RCB ટીમમાં સીલેક્ટ થતા લગ્નને મોકુફ રાખી આ ખેલાડી ઉતર્યો મેદાન પર..

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ના સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર 9 મેના રોજ લગ્ન કરવાના હતા. પરંતુ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ માટે રજતને બોલાવ્યા તો તેમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વીના આ સુવર્ણ તકને ઝડપી લીધી અને પોતાના લગ્નને મુલતવી રાખ્યા. રજતના પિતા મનોહર પાટીદારે ગુરુવારે ઈન્દોરમાં મીડિયાને જણાવ્યું હતું કે, રજતના લગ્ન 9 મેના રોજ રતલામની એક યુવતી સાથે થવાના હતા અને આ માટે અમે ઈન્દોરમાં એક હોટેલ પણ બુક કરાવી હતી. પરંતુ RCB તરફથી IPLમાં રમવા માટેના આમંત્રણ બાદ લગ્નની તારીખ લંબાવવામાં આવી હતી.

પાટીદારે જણાવ્યું કે તેમનો પરિવાર રજતના લગ્ન માટે જુલાઈના શુભ સમયની રાહ જોઈ રહ્યો છે, પરંતુ વરસાદની મોસમને કારણે લગ્ન સમારોહ પહેલાની સરખામણીએ મર્યાદિત ફોર્મેટમાં યોજાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે IPL મેગા ઓક્શનમાં રજતનું સીલેક્શન કરવામાં આવ્યું ન હતું. બાદમાં વૈકલ્પિક ખેલાડી તરીકે RCBનો એક ભાગ બન્યો. બુધવારે રમાયેલી આઇપીએલમાં  112 રનની તેની અણનમ ઇનિંગથી ચર્ચામાં આવ્યો છે.

નોંધનીય છે કે રજતે આ સ્કોર માત્ર 54 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી બનાવ્યો હતો. અને RCBએ IPLની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે નિર્ણાયક વિજય મેળવ્યો હતો.

રજતના પિતા મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા ઈન્દોરના વ્યસ્ત મહારાણી રોડ માર્કેટમાં મોટરપંપનો બિઝનેસ કરે છે. તેમણે કહ્યું કે અમને આશા હતી કે રજત IPLની એલિમિનેટર મેચમાં 50 રન બનાવશે. પરંતુ તેણે સદી સાથે અણનમ ઇનિંગ રમીને અમને સુખદ આશ્ચર્યમાં મૂકી દીધા.