Not Set/ PNGના ભાવ વધારાના 12 કલાક બાદ CNGના ભાવમાં કરવામાં આવ્યો વધારો,જાણો નવા ભાવ

એલપીજી તરીકે વપરાતી પીએનજી પણ મોંઘી થઈ ગઈ છે. સરકારે હવે PNGની કિંમતમાં 4.25 રૂપિયાનો વધારો કર્યો છે.

Top Stories India
2 27 PNGના ભાવ વધારાના 12 કલાક બાદ CNGના ભાવમાં કરવામાં આવ્યો વધારો,જાણો નવા ભાવ

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ નાખવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં PNGના ભાવમાં વધારો થયાના 12 કલાકથી પણ ઓછા સમયમાં CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGની કિંમતમાં 2.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ દિલ્હીમાં એક કિલો CNGની કિંમત 71.61 રૂપિયા થઈ ગઈ છે.

એલપીજી તરીકે વપરાતી પીએનજી પણ મોંઘી થઈ ગઈ છે. સરકારે હવે PNGની કિંમતમાં 4.25 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હી-NCRમાં PNG સપ્લાય કરતી IGL કંપનીના જણાવ્યા અનુસાર નવો વધારો 14 એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ સાથે, ગુરુવારથી PNGની કિંમત ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) દીઠ 45.96 રૂપિયા થઈ ગઈ છે. હવે PNG ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં સમાન કિંમતે ઉપલબ્ધ થશે

લગભગ 15 દિવસમાં PNGની કિંમતમાં આ ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. લગભગ 10 દિવસ પહેલા PNGના ભાવમાં 5.85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ, IGL 6 એપ્રિલથી PNG 41.50 રૂપિયા પ્રતિ SCMના ભાવે વેચી રહી હતી.

દિલ્હી- 71.61 રૂપિયા પ્રતિ કિલો
નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદ – રૂ. 74.17 પ્રતિ કિલો
મુઝફ્ફરનગર, મેરઠ અને શામલી – રૂ. 78.84 પ્રતિ કિલો
ગુરુગ્રામ – રૂ 79.94 પ્રતિ કિલો
રેવાડી – રૂ 82.07 પ્રતિ કિલો
કરનાલ અને કૈથલ- 80.27 પ્રતિ કિલો
કાનપુર, હમીરપુર અને ફતેહપુર – 83.40 પ્રતિ કિલો
અજમેર, પાલી અને રાજસમંદ – રૂ 81.88 પ્રતિ કિલો