Not Set/ NEETની પરીક્ષા પૂર્ણ, દેશમાં 13 લાખ વિદ્યાર્થીઓેેએ આપી નીટની પરીક્ષા

મંતવ્ય ન્યૂઝ, સમગ્ર રાજ્યમાં આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ-ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાઇ હતી. સમગ્ર દેશમાં કુલ 13 લાખ વિદ્યાર્થીઓે નીટની પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતમાં 80 હજાર વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. આ વર્ષે નીટ માટે ગુજરાતી માધ્યમના અંદાજિત 39000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નીટની પરીક્ષાની સાથોસાથ દેશમાં લોકસભા ચૂંટણી […]

Top Stories Ahmedabad Gujarat
નીટની પરીક્ષા 2 1 NEETની પરીક્ષા પૂર્ણ, દેશમાં 13 લાખ વિદ્યાર્થીઓેેએ આપી નીટની પરીક્ષા

મંતવ્ય ન્યૂઝ,

સમગ્ર રાજ્યમાં આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ-ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાઇ હતી. સમગ્ર દેશમાં કુલ 13 લાખ વિદ્યાર્થીઓે નીટની પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતમાં 80 હજાર વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. આ વર્ષે નીટ માટે ગુજરાતી માધ્યમના અંદાજિત 39000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નીટની પરીક્ષાની સાથોસાથ દેશમાં લોકસભા ચૂંટણી હોવાને કારણે એજન્સીએ છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્દ્રો બદલ્યા હતા. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરીક્ષાનું પરિણામ ૫મી જૂનના રોજ જાહેર થવાની શક્યતા છે.

નીટની પરીક્ષા NEETની પરીક્ષા પૂર્ણ, દેશમાં 13 લાખ વિદ્યાર્થીઓેેએ આપી નીટની પરીક્ષા
File Photo

રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા, પાટણ, વલસાડ, ભાવનગર અને આણંદમાં ૧૪૨ સેન્ટરો ફાળવાયા છે. પરીક્ષાનો સમય બપોરે 2 થી 5નો રહેશે. નીટની પરીક્ષા 720 ગુણની રહેશે. તેમાં કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષામાં ચોરી રોકવા માટે ડ્રેસ કોડ પણ અપાયો છે. આ સૂચના મુજબ પરીક્ષાર્થીઓએ ફૂલ બાયના કે એમ્બ્રોઇડરીવાળા કપડાં તેમજ બૂટ પહેરવાની મનાઇ છે. નોંધનીય છે કે આ વર્ષે રિપીટરની સંખ્યા પણ વધુ હોવાથી પ્રત્યેક બેઠકો માટે વધુ સ્પર્ધા થાય તેવી પૂરી સંભાવના છે.

 

 

 

.