Not Set/ રાજકોટ: પરપ્રાંતીય હુમલાનો મામલો, ગુજરાતીઓએ તમામને પોતીકા ગણ્યા છે: રાજુ ધ્રુવ

રાજકોટ હિંમતનગરના ઢૂંઢર ગામમાં 14 માસની બાળકી સાથે બળાત્કારના મામલે ઠેર ઠેર પરપ્રાંતિય હુમલા થઈ રહ્યાં છે. જેને લઈને રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. રાજકોટ સહિત જિલ્લામાં વસતા મોટાભાગના પરપ્રાંતીયોની મુલાકાત લઈને તેમને સમજાવ્યા હતાં. તમે ગુજરાતમાં સુરક્ષિત છો જો કોઈ અનિચ્છનિય ઘટના બને તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો તેમ પણ પોલીસ દ્વારા જણાવવામાં  આવ્યું […]

Top Stories Gujarat Rajkot
mantavya 224 રાજકોટ: પરપ્રાંતીય હુમલાનો મામલો, ગુજરાતીઓએ તમામને પોતીકા ગણ્યા છે: રાજુ ધ્રુવ

રાજકોટ

હિંમતનગરના ઢૂંઢર ગામમાં 14 માસની બાળકી સાથે બળાત્કારના મામલે ઠેર ઠેર પરપ્રાંતિય હુમલા થઈ રહ્યાં છે. જેને લઈને રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. રાજકોટ સહિત જિલ્લામાં વસતા મોટાભાગના પરપ્રાંતીયોની મુલાકાત લઈને તેમને સમજાવ્યા હતાં. તમે ગુજરાતમાં સુરક્ષિત છો જો કોઈ અનિચ્છનિય ઘટના બને તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો તેમ પણ પોલીસ દ્વારા જણાવવામાં  આવ્યું હતું.

રાજકોટમાં વસતા પરપ્રાંતિયો માટે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. વર્ષોથી રાજકોટમાં વરસા પરપ્રાંતીયો તેમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તે લોકોએ જણાવ્યું હતું કે,ગુજરાત અમારી કર્મભૂમી છે અને ગુજરાતમાં વધુ સુરક્ષિત છીએ.રાજકોટ પોલીસે પણ પરપ્રાંતિયોને અફવાઓ તરફ ધ્યાન ન આપવા કહ્યું હતું અને 24 કલાક પોલીસ તમારી સેવામાં તેમ ખાતરી પણ આપી હતી. ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ હતું કે, યુગોથી ગુજરાતમાંથી બહારથી લોકો આવેલા છે અને ગુજરાતીઓએ તેમને પોતાના ગણીને સ્વીકાર્યા છે.

રાજ્યમાં 14 માસની બાળકી સાથે થયેલ દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ ઠેર-ઠેર પરપ્રાંતીયો પર હુમલોઓ થઈ રહ્યા છે. જેને લઈને રાજકોટ પોલિસ પણ હરકતમાં આવી છે અને રાજકોટ સહિત જિલ્લામાં વસતા મોટાભાગના પપરપ્રાંતીયો વિસ્તારોની મૂલાકાત લઈને તેમને સમજાવ્યા હતા કે ગુજરાત રાજ્ય સુરક્ષિત છે,

તેમજ જો તમારી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક અમારો સંપર્ક કરો. જેને લઈને રાજકોટમાં વસતા પરપ્રાંતીયો માટે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ સહિત ગરમીમાં વર્ષોથી વસવાટ કરતા પરપ્રાંતીયો ઉપસ્થિત રહ્યા હતા.

ર્યક્રમમાં પરપ્રાંતીયો દ્વારા ગુજરાત તેમજ રાજકોટમાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમજ તેમના દ્વારા જણાવાયું હતું કે ગુજરાત અમારી કર્મભૂમિ છે અને ગુજરાતમાં વધુ સુરક્ષિત છીએ સાથે સાથે રાજકોટ પોલીસે પણ પરપ્રાંતિયોને અફવાઓ તરફ ધ્યાન ન આપવા અંગેની માહિતી આપી હતી અને પોલીસ 24 કલાક તમારી સુરક્ષામાં ખડેપગે છે.