Not Set/ LIVE : ગાંધી આશ્રમ પહોંચ્યા મોદી- નેતન્યાહુ, બંને રાષ્ટ્રપ્રમુખોએ સાથે પતંગ ચગાવવાની માણી મજા

અમદાવાદ. અમદવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ રોડ-શો દ્વારા સાબરમતી ખાતેના ગાંધી આશ્રમ પહોચ્યા હતા. અમદાવાદ આવેલા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં નેતન્યાહૂએ રેટીંયો કાંત્યો હતો તેમજ નેતન્યાહૂએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી હતી. સાથે મોદી અને નેતન્યાહૂએ હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ […]

Top Stories
DTuUGspUQAADTHz LIVE : ગાંધી આશ્રમ પહોંચ્યા મોદી- નેતન્યાહુ, બંને રાષ્ટ્રપ્રમુખોએ સાથે પતંગ ચગાવવાની માણી મજા

અમદાવાદ.

અમદવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ રોડ-શો દ્વારા સાબરમતી ખાતેના ગાંધી આશ્રમ પહોચ્યા હતા. અમદાવાદ આવેલા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં નેતન્યાહૂએ રેટીંયો કાંત્યો હતો તેમજ નેતન્યાહૂએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી હતી. સાથે મોદી અને નેતન્યાહૂએ હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યારબાદ નેતન્યાહૂએ તેમના પત્ની સાથે અને નરેન્દ્ર મોદીએ પણ પતંગ ચગાવ્યો હતો.

મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી અને ઇઝરાયલી PM નેતન્યાહૂની અમદાવાદ મુલાકાતને લઈને શહેર સુરક્ષાના અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. બંને નેતાઓ શાહીબાગથી સાબરમતી આશ્રમના ૭ કિમી સુધી રોડ શો યોજ્યો હતો. અને આ રસ્તા પર ૭૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. ગાંધી આશ્રમમાં જ કુલ ૧૧૭ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે, જેનું મૉનિટરિંગ પણ આશ્રમની એક રૂમમાં જ કરવામાં આવશે. ઉપરાંત ગાંધી આશ્રમ ખાતે ૩૬ પીઆઇ અને 138 પીએસઆઇ પણ સુરક્ષામાં હાજર રહેશે.