Avas Yojna Fraud/ રાજકોટ: આવાસ યોજના કૌભાંડ મામલે કોર્પોરેટર સંકજામાં, કોર્પોરેટરના પતિઓએ સગાવહાલાઓને પધરાવ્યા આવાસ

રાજકોટમાં આવાસ યોજનામાં કૌભાંડ થયાનું સામે આવ્યું છે. આવાસ યોજનામાં સરકારી તંત્રના માણસોએ પોતાના માણસોને આવાસ પધરાવ્યા હોવાની વિગતો સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 03 12T121710.789 રાજકોટ: આવાસ યોજના કૌભાંડ મામલે કોર્પોરેટર સંકજામાં, કોર્પોરેટરના પતિઓએ સગાવહાલાઓને પધરાવ્યા આવાસ

રાજકોટમાં આવાસ યોજનામાં કૌભાંડ થયાનું સામે આવ્યું છે. આવાસ યોજનામાં સરકારી તંત્રના માણસોએ પોતાના માણસોને આવાસ પધરાવ્યા હોવાની વિગતો સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. શહેરમાં કોર્પોરેટરોના પતિઓ આવાસ યોજના કૌભાંડ હોવાનું સામે આવતા તંત્ર લાલઘૂમ બન્યુ છે.  કોર્પોરેટરના પતિઓ દ્વારા જ આવાસ યોજનામાં સગા-વહાલાને આવાસ આપ્યા હોવાનું સામે આવ્યા બાદ પતિના કાળાકામની સજા કોર્પોરેટરોને મળી શકે છે. એવી ચર્ચા છે કે કોર્પોરેટરના પતિઓએ કોર્પોરેશનમાં સેટિંગ કરીને આવાસ પધરાવી દીધા હોઈ શકે. બંનેના નામ મનસુખ જાદવ અને કવા ગોલતર છે. મહત્વનું છે કે આવાસ યોજના આર્થિક રીતે પછાત એવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટેની યોજના છે. અને કોર્પોરેટરના પતિઓ ગરીબોના હકના આવાસ સગાવહાલાને પધરાવી દીધા હતા.

રીર્પોટ બાદ થશે કાર્યવાહી

રાજકોટમાં દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના કોર્પોરેટર છે. આ બંને કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવતા બંને કોર્પોરેટરને સસ્પેન્ડ કરાશે. જ્યારે ગઈકાલે શહેર ભાજપના પ્રમુખ દ્વારા દેવુબેન જાદવને કાયદો અને ન્યાય સમિતિના ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા હતા. અને મહાનગરપાલિકાના આવાસ વિભાગના અધિકારીઓના રિપોર્ટ બાદ બંને કોર્પોરેટર કસુરવાર ઠરશે તો વધુ તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી થઈ શકે છે.

દોષિતોએ ફગાવ્યા આરોપ

આવાસ યોજનામાં કૌભાંડને પગલે મનપાના અધિકારીઓએ ખાતાકીય કાર્યવાહી કરવાના ભાગરૂપે ડ્રોનું લિસ્ટ વેબસાઈટ પરથી હટાવી દીધું છે. આગામી દિવસોમાં નવેસરથી ડ્રો ની યાદી બહાર પાડવામાં આવશે. મનપા અધિકારીના રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ મામલે બંને કોર્પોરેટર અને તેમના પતિઓને RMC ઓફિસ અને ભાજપના કાર્યક્રમમાં હાજર ના રહેવાની મૌખિક સુચના આપવામાં આવી છે. મોટાભાગના સમાચારોમાં એહવાલ છે કે કોર્પોરેટરના પતિઓએ આવાસ યોજનામાં કૌભાંડમાં ગેરરીતિ આચરી છે જ્યારે આ દોષિતોએ પોતાના પર લગાવેલા આરોપ ફગાવતા કહ્યું કે કોઈપણ જાતનું કૌભાંડ નથી થયું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ